અમદાવાદઃ ગુજરાતમાં અત્યાર સુધી અમદાવાદ, વડોદરા, સુરતમાં કોરોનાના સૌથી વધુ કેસો હતા. જોકે, હવે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં કોરોના વકરી રહ્યો છે. આજની જ વાત કરીએ તો નવસારી જિલ્લામાં સવારે 11 વાગ્યા સુધીમાં જ 26 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15 નવા કેસ નોંધાયા છે.
ગુજરાતમાં હવે વલસાડ, ભરુચ, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, પાટણ, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને નવસારીમાં કોરોના વકર્યો છે. છેલ્લા એક અઠવાડિયાની વિગતો જોઇએ તો રાજકોટમાં 81, વલસાડમાં 75, ગાંધીનગરમાં 73, જામનગરમાં 67, ભરુચમાં 66, આણંદમાં 63, મહેસાણામાં 56, ભાવનગરમાં 53, સુરેન્દ્રનગરમાં 47 અને નવસારીમાં 44 કેસ નોંધાયા છે.
જ્યારે આ જિલ્લામાં હાલના એક્ટિવ કેસોની વિગત જોઇએ તો ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં વલસાડમાં 93, ભરુચમાં 113, રાજકોટમાં 135, ગાંધીનગરમાં 150, જામનગરમાં 98, પાટણમાં 78, આણંદમાં 24, મહેસાણામાં 124, સુરેન્દ્રનગરમાં 62 અને નવસારીમાં 51 એક્ટિવ કેસો છે.
ગુજરાતમાં હવે આ જિલ્લાઓમાં કોરોના વકર્યો, જાણો છેલ્લા અઠવાડિયામાં કેટલા નોંધાયા કેસ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jul 2020 12:11 PM (IST)
આજની જ વાત કરીએ તો નવસારી જિલ્લામાં સવારે 11 વાગ્યા સુધીમાં જ 26 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -