અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક રહી હતી. જોકે, હવે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામમે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ હોસ્પિટલમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, જેને કારણે એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9,305 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં સૌથી વધુ સંક્રમણ ધરાવતા અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2527 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ 459 નવા કેસ નોંધાયા હતા. 


ગુજરાતમાં આજે 3,187 દર્દીઓ સંક્રમિત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 45 દર્દીઓના મોત નીપજ્યા હતા. ગુજરાતમાં કોરોના કુલ  7,91,657 કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં  7,13,065 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યારે 68,971 એક્ટિવ કેસો છે. તેમજ કુલ 9,621 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.


અમદાવાદ શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2527 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 459 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સુરત ગ્રામ્યમાં 212 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 86 લોકોને ચેપ લાગ્યો હતો. સુરત શહેરમાં 421 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 181 લોકો થયા સંક્રમિત. 


રાજકોટ શહેરમાં 237 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 152 લોકો થયા સંક્રમિત થયા હતા. વડોદરા શહેરમાં 579 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 337 લોકો સંક્રમિત થયા હતા. જામનગર ગ્રામ્યમાં 204 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 52 લોકો થયા સંક્રમિત થયા હતા. જામનગર ગ્રામ્યમાં 204 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 52 લોકો સંક્રમિત થયા હતા. 


રાજ્યો દ્વારા આપવામાં આવેલ અલગ અલગ સૂચનો અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 18-44 વર્ષના લોકોને રસીકરણ માટે મળેલ ઇનપુટના આધારે કેન્દ્ર સરકારે હવે ઓન લાઈન રજિસ્ટ્રેશન અને સપોર્ટિંગ ગ્રુપ રજિસ્ટ્રેસનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત હવે ઓનલાઈન સ્લોટ બુક કરાવ્યા બાદ લોકો રસી લેવા ન આવે અને દિવસના અંતે કેટલાક ડોઝ વધ્યા હોય તો એવા કેસમાં રસી બરબાદ થતી અટકાવવા માટે કેટલાક લાભાર્થિઓને સાઈટ પર જ રસિસ્ટ્રેશન કરી રસી આપી શકાય છે. જોકે, ગુજરાતના આરોગ્ય વિભાગે આ અંગે સ્પષ્ટતા કરી છે. 


 


આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી. રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે