અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસો 16 હજારને પાર થઈ ગયા છે. મોટા ભાગના જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે ગુજરાતના ચાર જિલ્લામાં એક્ટિવ કેસોને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. આ ચાર જિલ્લામાં એક્ટિવ કેસો 50થી ઓછા છે
ડાંગ જિલ્લામાં 24, આણંદમાં 39, પોરબંદરમાં 35 અને તાપી જિલ્લામાં 42 એક્ટિવ કેસો છે. જે આ જિલ્લાના લોકો માટે ખુબ રાહતના સમાચાર છે. આ સિવાય 100થી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુરમાં 75, ખેડામાં 73,નર્મદામાં 69, નવસારીમાં 70 અને વલસાડમાં 54 એક્ટિવ કેસો છે. આ સિવાયના તમામ જિલ્લામાં 100થી વધુ એક્ટિવ કેસો છે. એમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ છે.
ગુજરાતના કયા ચાર જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે આવ્યા રાહતના સમાચાર? જાણીને થઈ જશો ખુશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2020 10:02 AM (IST)
ડાંગ જિલ્લામાં 24, આણંદમાં 39, પોરબંદરમાં 35 અને તાપી જિલ્લામાં 42 એક્ટિવ કેસો છે. જે આ જિલ્લાના લોકો માટે ખુબ રાહતના સમાચાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -