અમદાવાદમાં 8 ડોક્ટરોને ફરી કોરોના થતા ખળભળાટ, જાણો શું છે કારણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Nov 2020 11:14 AM (IST)
આ 8 રિસેડેન્ટ ડોક્ટર્સ 18મી ઓગસ્ટથી 9મી સપ્ટેમ્બર વચ્ચે કોરોનાની ચપેટમાં આવ્યા હતા. જેમાં 3 એ-સિમ્ટોમેટિક, 6ને માઈલ્ડ ઈન્ફેક્શન હતું.
અમદાવાદઃ તહેવારોના સમયે કોરોનાના વકરવાની આશંકા અગાઉથી સેવવામાં આવી રહી હતી, ત્યારે અમદાવાદમાં 8 ડોક્ટરોને ફરીથી કોરોના થતાં ખળભળાટ મચી ગયો છે. દેશમાં સૌથી વધુ રિ-ઇન્ફેક્શનના કેસ ફ્કત અમદાવાદમાં આવતાં ચકચાર મચી ગઈ છે. 9 ડોક્ટરો પૈકી 8 ડોક્ટરોને ફરીથી ઇન્ફેક્શન લાગ્યું છે. આ 8 રિસેડેન્ટ ડોક્ટર્સ 18મી ઓગસ્ટથી 9મી સપ્ટેમ્બર વચ્ચે કોરોનાની ચપેટમાં આવ્યા હતા. જેમાં 3 એ-સિમ્ટોમેટિક, 6ને માઈલ્ડ ઈન્ફેક્શન હતું. રેસિડેન્ટ ડોક્ટર્સ એલજી અને એસવીપી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. નવમાંથી 5 પુરુષ અને 4 મહિલાઓ છે. નવમાંથી સાત ડોક્ટર્સને પહેલા કોરોના થયો તેના દોઢથી ત્રણ મહિનામાં બીજી વખત કોરોના થયો હતો. પરંતુ એક ડોક્ટરને માત્ર દોઢ જ મહિનામાં ફરી ચેપ લાગ્યો હતો. ફરી ઈન્ફેકશન લાગ્યું, ત્યારે નવમાંથી ચાર એ-સિમ્ટોમેટિક હતા, પાંચને માઈલ્ડ ઈન્ફેકશન હતું. જે ડોક્ટર્સને ફરીથી કોરોનાનો ચેપ લાગ્યો તેમની ડ્યુટી કોવિડની જ હતી. તેમજ તેમણે તમામ પ્રોટોકોલ પાળ્યા હોવા છતાં ફરીથી ચેપ લાગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સતત કોરોનાના દર્દીઓ વચ્ચે રહેવાને કારણે ફરીથી ઇન્ફેક્શ લાગ્યું હોવાનું ડોક્ટર્સનું માનવું છે.