તેમણે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં સંક્રમણ વધી શકે છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે હાલ પૂરતી વ્યવસ્થા છે. જરૂર જણાશે તો વધુ વ્યવસ્થા ઉભી કરવાની પણ તૈયારી કરી છે. અન્ય હોસ્પિટલ્સની જરૂર જણાશે તો મદદ લેવાશે.
સિવિલ હોસ્પિટલમાં હાલ 614 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. 26 દર્દી સંપૂર્ણપણે વેન્ટિલેટર પર છે. 94 બાયપેપ દ્વારા સારવાર મેળવી રહ્યા છે, તો 344 દર્દી ઓક્સિજન પર સારવાર મેળવી રહ્યા છે, જ્યારે 150 દર્દી સામાન્ય સારવાર મેળવી રહ્યા છે.