અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોનાનું સંક્રમણ વધ્યું છે, ત્યારે ફરી એકવાર આરોગ્યમંત્રી કુમાર કાનાણીના નામે એક મેસેજ વાયરલ થયો છે. આ મેસેજમાં સોસાટી પ્રમુખોને સોસાયટી લોકડાઉન કરવા અપીલ કરવામાં આવી છે. જોકે, મેસેજ સાચો છે કે ખોટો તેની હજુ સુધી પુષ્ટી કરતું નથી. તેમજ એબીપી અસ્મિતા પણ આ મેસેજ અંગે કોઈ પુષ્ટી કરતું નથી. કુમાર કાનાણી સોશિયલ મીડિયા પેજ પર પણ આ પ્રકારના કોઈ સમાચાર છે નહીં, તે જોતા આ સમાચાર ફેક હોવાની શક્યતા છે.
કુમાર કાનાણીના નામે વાયરલ થયેલા આ મેસેજમાં જણાવાયું છે કે, દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તેવું દેખાઇ રહ્યું છે. રાજ્યમાં સતત કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઇને આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ તમામ સોસાયટી પ્રમુખોને સોસાયટી લોકડાઉન કરવા અંગે અપીલ કરી છે.
નોંધનીય છે કે, અગાઉ જુલાઇ મહિનામાં પણ આ પ્રકારનો મેસેજ કુમાર કાનાણીના નામે ફરતો થયો હતો. ત્યારે ફરી એકવાર આ પ્રકારનો મેસેજ ફરતો થતાં ચર્ચા જાગી છે. જોકે, આ મેસેજ સાચો છે કે ખોટો તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
રૂપાણી સરકારના ક્યા પ્રધાનનો તમામ સોસાયટીઓને લોકડાઉન પાળવાની અપીલ કરતો મેસેજ થયો વાયરલ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Nov 2020 02:04 PM (IST)
આ મેસેજમાં સોસાટી પ્રમુખોને સોસાયટી લોકડાઉન કરવા અપીલ કરવામાં આવી છે. જોકે, મેસેજ સાચો છે કે ખોટો તેની હજુ સુધી પુષ્ટી કરતું નથી. તેમજ એબીપી અસ્મિતા પણ આ મેસેજ અંગે કોઈ પુષ્ટી કરતું નથી.

પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -