અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે અને દૈનિક કેસો પણ ધીમે ધીમે ઘટી રહ્યા છે, ત્યારે રાજ્યમાં વધુ એક જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આ સાથે ગુજરાતમાં ફરીથી 4 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આજે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી પછી બનાસકાંઠા જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. ઉત્તર ગુજરાતમાં અગાઉ પાટણ જિલ્લો કોરોનામુક્ત બન્યો હતો. જોકે, અહીં ફરીથી કોરોનાના કેસ નોંધાયા છે.
ગુજરાતમાં બનાસકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર અને મોરબી એમ ચાર જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ ચાર જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસ નથી. ગઈ કાલે નવા બે કેસ નોંધાતા ફરીથી પંચમહાલ જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં અત્યારે પાટણ, પોરબંદર, નર્મદા, મહિસાગર, બોટાદમાં એક-એક એક્ટિવ કેસ છે, ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે.
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 57 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.74 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,69,164 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 3,21,75,416 દર્દીઓને કોરોનાને મ્હાત આપી છે.
અત્યાર સુધી 285 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 280 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,413 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે.
રાજ્યમાં રસીકરણ
ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ
સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત 3, વડોદરા કોર્પોરેશનમાં 3, મહેસાણા 2,પંચમહાલ 2, રાજકોટ કોર્પોરેશન 2, અમરેલી 1, આણંદ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો હતો.
અહીં ન નોંધાયો એક પણ કેસ
અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.