કોંગ્રેસમાં ભડકોઃ કઈ પાલિકામાં 8 સીટિંગ કાઉન્સિલરો નોંધાવશે અપક્ષ ઉમેદવારી? કોને ટિકિટ કાપી હોવાનો લગાવ્યો આક્ષેપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Feb 2021 11:09 AM (IST)
MLA લાખા ભરવાડે ટીકીટ કાપી હોવાના આક્ષેપ સાથે તમામ દાવેદારી નોંધાવશે. રણજીતસિંહ ડોડીયા, યાસીન મંડલી, મુસ્તાક ખવડીયા અપક્ષ ઉમેદવારી કરશે.
અમદાવાદઃ આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કોંગ્રેસમાં ભડકો થયો છે. વિરમગામ કોંગ્રેસના 8 સીટીંગ કાઉન્સિલરોએ બળવો કર્યો છે. બે પૂર્વ વિપક્ષી નેતાની ટીકીટ કપાતા 8 સીટીંગ કાઉન્સિલર અપક્ષ ઉમેદવારી કરશે. MLA લાખા ભરવાડે ટીકીટ કાપી હોવાના આક્ષેપ સાથે તમામ દાવેદારી નોંધાવશે. રણજીતસિંહ ડોડીયા, યાસીન મંડલી, મુસ્તાક ખવડીયા અપક્ષ ઉમેદવારી કરશે. સમદ ખોખર, સરફરાઝ મંડલી, જુબેર શેખ પણ અપક્ષ દાવેદારી નોંધાવશે. નવઘણ ભરવાડ અને મહેશ ઠાકોર પણ આજે અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે.