જગદીશ પંચાલનું સોશિયલ મીડિયા સંભાળતા યુવાનના પત્ની બકુલાબેન એન્જિનિયરને પણ ટિકિટ આપવામાં આવી છે. જ્યારે તેમને ત્યાં નોકરી કરતા તેમની ઓફિસ સંભાળતો તેમનો PA ગૌરાંગ પ્રજાપતિનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ શહેરના પ્રમુખ જગદીશ પંચાલે પોતાના હોદ્દોનો દૂરુપયોગ કરીને પ્રદેશના નેતાઓએ જે નામો નક્કી કર્યા હતા તેમાં પણ છેલ્લી ઘડીએ ફેરફારો કરાવી દીધા હતા.
જ્યારે મુકેશ પટેલ જમાલપુરના પ્રભારી અને મહામંત્રી કમલેશ પટેલના સગા છે. તેઓ મહાનગરના ડેકોરેશનનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. ઉપરાંત ચેતન પરમારનુ નામ શહેર પ્રમુખ તેમજ મહામંત્રીના તમામ પ્રકારના અંગત કામો માટે ચર્ચાઈ રહ્યુ છે. પ્રતિભા સક્સેના પ્રાથમિક સભ્ય પણ ન હોવા છતાં પ્રમુખ અને મહામંત્રીના તમામ પ્રકારના કામો કરી આપતા હોવાથી તેમને ટિકિટ અપાઈ છે.
ભાજપના નેતા મહેશ કસવાલા સામે ચૂંટણી લડનારા સંગીતા કોરાટના પતિના ચુસ્ત ટેકેદાર એવા ડો રણજીત ટાંકને પણ ટિકિટ આપી છે. જ્યારે સંગીતા કોરાટના પતિ પણ 2015મા ભાજપ સામે ચૂંટણી લડયા હોવા છતાં પણ ટિકિટ ફાળવાઈ છે. પ્રતિમાં દુબે મહિલા પેજ સમિતિના કામગીરીના પગારદાર કર્મચારી છે તેમને અમરાઈવાડીમાંથી ટિકિટ અપાઈ છે.કૌશિક પટેલ 2015માં સરદાર સેનામાં ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડયા હતા તેમને અને ભરત બારોટના PA પ્રતાપ આગજાને ટિકિટ અપાઈ છે.
જગદીશ પંચાલે ખાસ કરીને અમરાઈવાડી તેમજ દાણીલીમડામાં ઝાલાવાડી સમાજના મતદારો ઓછા હોવા છતાં ટિકિટ ફાળવી છે. જ્યારે ઉત્તર ગુજરાતની વસતિ વધુ હોવા છત્તા તેની અવગણના કરાઈ હોવાની લાગણી કાર્યકરોની છે.