અમદાવાદઃ શહેરના સાબરમતી રેલવે સ્ટેશન પાસેની જાળીમાં પોલીસના યુનિફોર્મમાં રહેલો યુવક સગીરાને બદઇરાદે લઈ જતો હતો. જોકે, સગીરાને શક જતા ભાગીને પોલીસ પાસે દોડી જતાં મોટો ધડકો થયો છે. પોલીસે સીસીટીવીને આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. રેલવે એલસીબીએ મહેસાણાથી અશોક ચૌધરી નામના યુવકની ધરપકડ કરી છે. પોલીસ જેવા યુનિફોર્મમાં સગીર અને સગીરાને માસ્કના નામે ડરાવ્યા હતા. યુપીથી ભાગીને આવેલા સગીર સગીરાને હેરાન કર્યા હતા.
મળતી વિગતો પ્રમાણે, સાબરમતી રેલવે સ્ટેશન પર યુપીથી સગીરા સાથે ભાગીને આવેલા સગીરને ટિકિટ લેવા મોકલી સગીરાને કુકર્મ કરવાના ઇરાદે અવાવરું જગ્યાએ આરોપી લઈ ગયો હતો. જોકે, સગીરાને શંકા થતા ભાગીને પોલીસ પાસે પહોંચી હતી. પોલીસે સીસીટીવી સહિતની વિગતો મેળવી આરોપીને દબોચ્યો છે. આરોપી SRP નો યુનિફોર્મ પહેરી માસ્કના નામે તોડ કરતો હતો.
Ahmedabad : સગીરાને ભોગવવાના ઇરાદે રેલવે પાસેની જાળીમાં લઈ ગયો યુવક, પણ થયું એવું કે......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Feb 2021 04:30 PM (IST)
સાબરમતી રેલવે સ્ટેશન પર યુપીથી સગીરા સાથે ભાગીને આવેલા સગીરને ટિકિટ લેવા મોકલી સગીરાને કુકર્મ કરવાના ઇરાદે અવાવરું જગ્યાએ આરોપી લઈ ગયો હતો. જોકે, સગીરાને શંકા થતા ભાગીને પોલીસ પાસે પહોંચી હતી.
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -