બોટાદઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૂપડા સાફ થઈ ગયા છે. અત્યારે તમામ જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ત્યારે આ ચૂંટણીઓમાં હાર્દિક પટેલનો જાદૂ ન ચાલ્યો હોવાની ચર્ચા છે.


હાર્દિક પટેલના એક સમયના સાથીદાર અને પછી ભાજપમાં જોડાયેલા દિલીપ સાબવાના પત્ની બોટાદમાં નગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. બોટાદ નગરપાલિકામાં વોર્ડ નંબર 10માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને દિલીપ સાબવાના પત્ની અલ્પા સાબવાનો ભવ્ય વિજય થયો છે.

બોટાદ નગર પાલિકામાં કુલ 44 બેઠકો છે, જેમાંથી 40 બેઠકો પર ભાજપનો વિજય થઈ ગયો છે. જ્યારે માત્ર 4 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. આમ, બોટાદ નગરપાલિકામાં ભગવો લહેરાઇ ગયો છે.