Gujarat Election 2022 : આજથી ભાજપની સેન્સ પ્રક્રિયાની શરૂઆત થવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટની વહેંચણી અંગે ભાજપના નિરીક્ષકો દરેક વિધાનસભામાં ફીડબેક લેશે, તેના આધારે વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કન્ફર્મ થશે. પાર્ટીએ રાજ્યને અમદાવાદ, વડોદરા, સુરત અને જામનગર એમ ચાર પ્રદેશોમાં વહેંચી દીધું છે. ભાજપે દરેક વિધાનસભા બેઠક માટે નિરીક્ષકોને તૈનાત કર્યા છે. જેઓ 27 થી 29 ઓક્ટોબર સુધી સ્થાનિક પક્ષના કાર્યકરો અને ભાજપના પ્રભાવશાળી સમર્થકોને મળશે.
પાટણ જીલ્લા ની 4 વિધાનસભા બેઠક માટે ભાજપ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. તબક્કા વાર નિરીક્ષકો ઉમેદવારો ને સાંભળશે. પ્રદેશ ઉપપ્રમુખ ગોવર્ધન ઝડફિયા, હર્ષદ વસાવા, જયાબેન ઠક્કર ત્રણ નિરીક્ષકો ની ટિમ દ્વારા ઉમેદવારોની સેન્સ લેવાશે. પાટણ, ચાણસ્મા, સિદ્ધપુર, રાધનપુર તમામ વિધાનસભા માંટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પાટણ ભાજપ કાર્યલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાશે.
સુરત શહેરમાં સમાવેશ 12 વિધાનસભામાં આજથીભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ થશે. સવારે 10:00 વાગે ઉધના રોડ કમલમ કાર્યાલય ખાતે પ્રક્રિયા શરૂ થશે. નિરીક્ષક તરીકે ઝવેરીભાઈ ઠક્કર સતિષભાઈ પટેલ જ્યોતિબેન પંડ્યા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજકોટના સાંસદ રામભાઈ મોકરીયા અને બીજલબેન પટેલ ઉપસ્થિત રહેશે. કમલમ ખાતે જુદાજુદા બે હોલમાં એક સાથે બે વિધાનસભા ના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ થશે. આજે સવારે 10:00 વાગ્યાથી ઉધના અને વરાછા બેઠક બપોરે 2 વાગ્યાથી મજુરા અને કરંજ સાંજે 5:30 વાગ્યાથી ચોર્યાસી અને કતારગામ બેઠક ઉપર વિધાનસભા બેઠકના દાવેદારોને સાંભળવામાં આવશે. જુદા જુદા દાવેદારો આજે કમલમ ખાતે ઉમટી પડશે.
મહેસાણા જીલ્લા ની 7 વિધાનસભા માટે ભાજપ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. તબક્કા વાર નિરીક્ષકો ઉમેદવારો ને સાંભળશે. મહેસાણા ઉંઝા કડી ખેરાલુ વિસનગર વિજાપુર બહુચરાજી સહીત તમામવિધાનસભા માંટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રદેશના ત્રણ નિરીક્ષકો દ્વારા લેવાશે ઉમેદવારો માટે સેન્સ. મહેસાણા ભાજપ કાર્યલય ખાતે યોજાશે સેન્સ પ્રક્રિયા.
ગીર સોમનાથ જીલ્લામા ભાજપ દ્રારા વિધાનસભાના ઉમેદવારોની સેન્સ પ્રક્રીતા આજે અને કાલે યોજાશે. વેરાવળના ખાનગી પાટીઁ પ્લોટ ખાતે બે દિવસીય 4 વિધાનસભાની બેઠકો માટે સંભવીત ઉમેદવારો દાવેદારી નોંધાવશે. તારીખ આજે ઉના વિધાનસભા તેમજ તાલાલા વિધાનસભા. તારીખ 28 ના સવારે કોડીનાર વિધાનસભા તેમજ બપોરબાદ સોમનાથ વિધાનસભા. આ સેન્સ પ્રક્રીયામા નિરીક્ષકો તરીકે વિનોદભાઈ મોરડીયા ( રાજયમંત્રી ), હસમુખભાઇ હીંડોચા ( પૂર્વ પ્રમુખ, જામનગર જીલ્લા ), વર્ષાબેન દોશી ( ઉપાધ્યક્ષ, ગુજરાત પ્રદેશ ભાજપ) નિરીક્ષકો તરીકે હાજર રહેશે.
નવસારી જિલ્લાની 4 વિધાનસભા બેઠક માંથી આજે મહત્વની 2 વિધાનસભા બેઠક માટે નિરીક્ષકો ઉમેદવારોને સાંભળશે . મહત્વની એવી ગણદેવી વિધાનસભા અને જલાલપોર વિધાનસભા માટે આજે મંત્રી અર્જુનસિંહ ચૌહાણ નવસારી આવશે. ગણદેવી વિધાનસભા બેઠક પર હાલના કેબિનેટ મંત્રી નરેશ પટેલ ધારાસભ્ય છે . જયારે જલાલપોર બેઠક પર સતત 5 ટર્મથી ધારાસભ્ય એવા આર.સી.પટેલ ધારાસભ્ય છે. આવતી કાલે નવસારી વિધાનસભા તેમજ કોંગ્રેસના ગઢ વાળી વાંસદા વિધાનસભા બેઠક માટે નિરીક્ષકો ઉમેદવારોને સાંભળશે. કોંગ્રેસના ગઢ વાળી વાંસદા વિધાનસભા બેઠક પર હાલ આદિવાસી નેતા એવા અનંત પટેલ ધારાસભ્ય છે.
વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા આજે કચ્છમાં સેન્સ પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. સવારે ૧૦ વાગે સેન્સ લેવાનું ચાલુ કરવામાં આવશે. ભુજની ખાનગી હોટેલ પ્રિન્સ રેસીડેન્સીમાં લેવામાં આવશે સેન્સ. કચ્છની અબડાસા બેઠક, માંડવી મુંદ્રા બેઠક, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર આમ કુલ ૬ બેઠકો ની ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે.
બનાસકાંઠાની 9 વિધાનસભા માટે ભાજપ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. બે દિવસ સુધી તબક્કા વાર નિરીક્ષકો ઉમેદવારો ને સાંભળશે. આજે દાંતા.થરાદ..વાવ.ધાનેરા પાલનપુર બેઠક માટે પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે આવતીકાલે વડગામ ડીસા.. દિયોદર .કાંકરેજ... માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રદેશ ઉપ પ્રમુખ જયંતિ ભાઈ કાવડિયા ..સાંસદ જસવંત ભાઈ ભાભોર.. પૂર્વ સાંસદ જય શ્રી બેન પટેલ લેશે સેન્સ પ્રક્રિયા. પ્રદેશ ના ત્રણ નિરીક્ષકો દ્વારા લેવાશે ઉમેદવારો માટે સેન્સ. પાલનપુર રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ ખાતે લેવાશે સેન્સ.