Mohan Bhagwat Gujarat Visit: સંઘ વડા મોહન ભાગવત 14 સપ્ટેમ્બર એટલે કે બુધવારના ગુજરાત આવી રહ્યા છે. ભારતીય વિચાર મંચ દ્વારા "સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઔર બહુ આયામી વિમર્શ " વિષય પર એક દિવસનો સેમિનારમાં તેઓ હાજર રહેશે. અમદાવાદ ગુજરાત યુનિ. ખાતે આ કાર્યક્રમ યોજાશે.


જો કે આ કાર્યક્રમ પહેલા જ વિરોધ સામે આવી રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં આવતીકાલે RSSનો કાર્યક્રમ છે. જેમાં RSSના વડા મોહન ભાગવત પણ હાજર રહેવાના છે. ત્યારે શૈક્ષણિક સંસ્થામાં રાજકીય કાર્યક્રમને પરવાનગી અપાતા NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. NSUIના કાર્યકરો દલાલ VCના લખાણ લખીને કુલપતિની ઓફિસમાં ધરણા પર બેઠા હતાં.


ગુજરાત યુનિવર્સિટીમાં આવતીકાલે RSSનો કાર્યક્રમ છે. જેને લઈને યુનિવર્સિટીમાં આવેલ ગાર્ડન તથા યુનિવર્સિટીની હોસ્ટેલ ફાળવવામાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં રાજકીય કાર્યક્રમની મંજૂરી અપાતા NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. NSUIના કાર્યકરોએ યુનિવર્સિટી ટાવરમાં કાળા કલરના સ્પ્રે વડે દલાલ VC લખાણ લખ્યું છે. આ ઉપરાંત કુલપતિની ચેમ્બરમાં કુલપતિની સામે નારાબાજી સાથે ધરણા શરૂ કર્યા હતા અને આવતીકાલના કાર્યકર્મની મંજૂરી રદ કરવા માંગણી કરી છે. 


NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થા રાજકીય અખાડો નથી. તેમણે કહ્યું કે, કુલપતિ RSSના સમર્થક હોવાથી તેમને RSSના કાર્યક્રમને મંજૂરી આપી છે. અવતીકાલનો કાર્યક્રમ થશે તો અમે કાર્યક્રમમાં પણ ઉગ્ર વિરોધ કરીશું. કુલપતિ વિરુદ્ધ હજુ અમે લખાણ લખીશું. ગઈકાલે કોંગ્રેસ પક્ષનો વિદ્યાર્થી સંવાદ કાર્યક્રમ ગુજરાત યુનિવર્સીટીમાં યોજવાનો હતો પરંતુ અંતિમ ઘડીએ પરમિશન રદ કરવામાં આવતા રાતોરાત વિદ્યાર્થીઓને જાણ કરીને સ્થળ બદલવું પડ્યું હતું એટલે કે હવેથી ગુજરાત યુનિવર્સિટીમાં કોઈ પણ રાજકીય કાર્યક્રમ ના થાય તેવી પણ NSUIએ માંગણી કરી છે.


આ પણ વાંચો....


Bhavnagar: ભાવનગરમાં માતાની નજર સામે જ અઢી વર્ષનું બાળક નદીમાં તણાયું


Gujarat Election : અમદાવાદમાં ભાજપના યુવા નેતા પર AAPના કાર્યકરો દ્વારા હુમલો, ખસેડાયા હોસ્પિટલમાં


Arvind Kejriwal Gujarat visit: અમદાવાદમાં રિક્ષાવાળાને ત્યાં જમવા જશે કેજરીવાલ, આવું હશે મેનુ


Retail Inflation Data: જનતાને મોંઘવારીથી રાહત નહી, ઓગષ્ટમાં પણ છૂટ્ટક મોંઘવારી દર આટલા ટકા રહ્યો