Gujarat Election : બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી પોપટ અવૈયાની સૌરભ પટેલ સામેની નારાજગીનો વિડીયો વાયરલ થયો છે. સૌરભ પટેલ સામેની નારાજગીનો વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી પોપટ અવૈયા આવ્યા સુરેશ ગોધાણીના સમર્થનમાં આવ્યા છે. સુરેશ ગોધાણી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ હાલમાં સુરેન્દ્રનગર પ્રભારી અને બોટાદ વિધાનસભા 107માં ભાજપના દાવેદાર છે.
સુરત ખાતે બોટાદ- ગઢડા યુવા સ્નેહ મિલન કાર્યક્રમમાં સૌરભ પટેલ પ્રત્યે નારાજગી સામે આવી છે. પાટીદારોને એક થઈ સુરેશભાઈ ગોધાણીના સમર્થનમાં રહેવા પોપટ અવૈયાએ આહ્વાન કર્યું છે. 25 વર્ષથી કોઈને નેતા બનવા નથી દીધા તેવું કહી જાહેરમાં નામ લીધા વગર સૌરભ પટેલનો સુરતમાં ખુલ્લો વિરોધ થયો.
Gujarat Election 2022 : ગુજરાતની કઈ બેઠક પર ટિકિટ માટે રાજકારણ ગરમાયું, કયા પૂર્વ મંત્રીનું રાજકારણ ખતમ કરવાની ચર્ચા?
Gujarat Election 2022 : બનાસકાંઠાની દિયોદર વિધાનસભામાં ભાજપની ટીકીટ માટે રાજકારણ ગરમાયું છે. દિયોદર વિધાનસભામાં ભાજપના 24 દાવેદારોમાંથી કોઈપણ એકને ટીકીટ આપવાની પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને રજુઆત કરાઈ હોવાની ચર્ચાઓ છે. બનાસકાંઠા ભાજપના જિલ્લા અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણ સહિત જિલ્લાના મોવડી મંડળે અને 24 દાવેદારોએ ગઈકાલે સી.આર પાટીલની મુલાકાત કરી રજુઆત કરી હોવાની ચર્ચા છે.
ભાજપના 24 દાવેદારોમાં પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણનું નામ ન હોવાથી રાજકારણ ગરમાયું છે. આડકતરી રીતે કેશાજીને ટીકીટ ન આપવાની રજુઆત કરાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું. 2012ની ચૂંટણીમાં જીતીને કેશાજી ચૌહાણ બન્યા હતા મંત્રી. 2017માં કોંગ્રેસના શિવાભાઈ ભુરિયા સામે કેશાજી ચૌહાણને મળી હતી હાર. કેશાજી ચૌહાનનું રાજકારણ ખતમ કરવા ભાજપના જ આગેવાનો મેદાને પડ્યા હોવાની ચર્ચાઓના કારણે રાજકારણ ગરમાયુ.
Vadodara family missing : ઘરમાંથી મળી 10 પાનાની નોટ, 4 મોબાઇલ પણ જપ્ત
વડોદરાઃ કપુરાઈ ચોકડી પાસેના કાન્હા આઇકોનમાં રહેતો શિક્ષક પરિવાર સાથે ભેદી સંજોગોમાં ગુમ થયો છે. શિક્ષક તરીકે ફરજ બજાવતા રાહુલ જોશી, પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને પુત્રી પરિબેન ગુમ થયા છે. મૂળ ભાવનગરના દુધાળા ના વતની રાહુલ જોશી સ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પોલીસે શિક્ષક પરિવાર સાથે ગુમ થતાં તેમના ઘરે તપાસ હાથ ધરી હતી.
ઘરમાંથી 10 પાનાની આપવીતી ભરી નોટ અને 4 મોબાઇલ પોલીસે કબ્જે કર્યા છે. પોલીસની હાજરી માં રાહુલ નું ઘર ખોલાયું. રાહુલના ઘરમાંથી 10 પાનાની આપવીતી લખેલી નોટ મળી. કેટલાક વ્યક્તિને સજા અપાવવા માંગ કરાઇ. 10 પાનામાં કેટલાક લોકોના નામ સહિત આપવીતી જણાવી. પોલીસે નોટ ના આધારે તપાસ હાથ ધરી છે. ઘરમાંથી 4 મોબાઈલ મળી આવ્યા છે.
આ પહેલા રાહુલ જોશીનો પરિવાર પોલીસ મથકે પહોંચ્યો. આ પછી પોલીસ પરિવારને સાથે લઈ રાહુલના ઘરે પહોંચી હતી અને ઘરમાં તપાસ કરી હતી. રાહુલ જોશીના ભાઈ પ્રણવ જોશીએ નિવેદન આપ્યું હતું કે, 1 મહિના અગાઉ રાહુલ સાથે મારી વાત થઈ હતી. રાહુલ ક્યાં ક્યાં નોકરી કરે છે એવી કોઈ વાત થતી ન હતી. અમારો આખો પરિવાર રાહુલ ને શોધી રહ્યો છે. રાહુલની આર્થિક સ્થિતિ બગડી હતી તેવું પડોસીઓએ જણાવ્યું છે. રાહુલ જ્યાં હોય ત્યાં થી પરત ફરે તેવી વિનંતી.
મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારક હોટલ સંચાલક નિરવભાઈની પોલીસે પૂછપરછ કરી છે. રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી. રાહુલ જોશીના ભાઈ પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસ મથકે અરજી આપી. પોલીસે તપાસ હાથ ધરી છે.