અમદાવાદઃ કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની ચર્ચા અંગે abp અસ્મિતા પાસે એક્સકલુઝિવ માહિતી છે. પ્રિયંકા ગાંધી UPની તર્જ પર ગુજરાતમાં સક્રિય થઈ શકે. કોંગ્રેસના અગ્રણી નેતાઓ પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપવા એકમત થયા છે. 11મી સપ્ટેમ્બર પહેલા ચૂંટણી લડવા ઇચ્છુક લોકોની દાવેદારી મંગાવવાનું નક્કી કરાયું.


સીટિંગ MLAએ દાવેદારી કરવાની જરૂર ન હોવાનું સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન રમેશ ચેન્નીથલાએ કહ્યું. ઉમેદવારો ગુજરાત કોંગ્રેસ જ નક્કી કરે તેવો રમેશ ચેન્નીથલાએ આગ્રહ કર્યો. ઉમેદવાર નક્કી કરવા માટે અમારો કોઈ એજન્ડા નથી તેવું રઘુ શર્મા અને રમેશ ચેન્નીથલાનું સંયુક્ત નિવેદન. ઉમેદવાર નક્કી કરવાની સ્ક્રીનીંગ કમિટીની તમામ બેઠક ગુજરાતમાં જ મળશે.


અગાઉ સ્ક્રીનીંગ કમિટીની બેઠક દિલ્હીમાં જ મળતી હતી. મહિલાઓ અને યુવાઓને વધુમા વધું ચૂંટણી મેદાનમાં ઉતરવા અંગે નિર્ણય લેવાયો છે. કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી માટે 21 તારીખ આસપાસ ફરી બેઠક મળશે. સોમવારે સ્ક્રીનીંગ અને પ્રદેશ ઇલેક્શન કમિટી સંયુક્ત મિટિંગ મળી હતી.


 


ખેડૂતોનું વીજ બિલ માફ કરાશે



રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું વીજ બિલ માફ કરાશે. ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલ અને દીકરીઓને મફત શિક્ષણ આપીશું. સરદાર પટેલની મૂર્તિ બનાવનારી સરકાર હજારો સ્કૂલ બંધ કરી રહી છે.  કોગ્રેસ નેતાએ કહ્યું કે કોગ્રેસની સરકાર બનશે તો ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપીશું. ઉપરાંત 10 લાખ યુવાઓને રોજગારી આપવાનું પણ રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું.


કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય કરાશે



રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં આંદોલન કરવા માટે મંજૂરી લેવી પડે છે. સરદાર પટેલ પણ કોગ્રેસના કાર્યકર અને નેતા હતા. ભાજપથી ગુજરાતની જનતા દુઃખી છે. કોરોનામાં ગુજરાતમાં ત્રણ લાખ લોકોના મોત થયા છે. કોગ્રેસની સરકાર બનશે તો કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય કરાશે.


બે-ત્રણ ઉદ્યોગપતિઓને જેટલી પણ જમીન જોઇએ સરકાર તરત આપી દે છે



રાહુલ ગાંધીએ કહ્યું કે બે-ત્રણ ઉદ્યોગપતિઓને જેટલી પણ જમીન જોઇએ સરકાર તરત આપી દે છે. આદિવાસી થોડી પણ જમીન માંગે તો સરકાર આપતી નથી. દેશમાં વિજળીનો સૌથી વધુ ભાવ ગુજરાતમાં છે. જીએસટીથી દુકાનદારોને માત્ર નુકસાન થયું છે. ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓને નહી, માત્ર બે-ત્રણ ઉદ્યોગપતિઓને ફાયદો થાય છે.


ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બની ગયું છે



રાહુલ ગાંધીએ કહ્યું કે આજે સરદાર પટેલ હોત તો ખેડૂતોના વિરોધનો કાયદો ના લાવ્યા હોત. એક તરફ પ્રતિમા બનાવે છે અને બીજી તરફ સરદારના વિચારો વિરુદ્ધનું કાર્ય કરે છે. ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બની ગયું છે. તમામ ડ્રગ્સ મુંદ્રા પોર્ટ પરથી નીકળે છે તો પણ કેમ કાર્યવાહી થતી નથી.


કોગ્રેસના કાર્યકરો વિચારધારાની લડાઇ લડી રહ્યા છે



રાહુલ ગાંધીએ કહ્યું કે કોગ્રેસના કાર્યકરો વિચારધારાની લડાઇ લડી રહ્યા છે. સરદાર પટેલ ગુજરાત અને હિંદુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. ગુજરાત અને હિંદુસ્તાનના ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવતા હતા.