અમદાવાદઃ ગુજરાતમા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAPના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર થશે. બપોરે એક કલાકે AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા જાહેર કરશે. 20 થી 25 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ હોઈ શકે છે. સ્વચ્છ છબી અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને સ્થાન મળી શકે છે.
વશરામ સાગઠિયાને રાજકોટ ગ્રામ્ય, સાગર રબારીને બેચરાજી, અર્જુન રાઠવાને છોટાઉદેપુર, રામ ધડૂકને કામરેજ બેઠકની ટિકીટ આમ આદમી પાર્ટી આપી શકે છે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આ યાદીની જાહેરાત સાથે આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવાર જાહેર કરનાર પાર્ટી બની જશે.