ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયના પગલે કોંગ્રેસના 14 ઉમેદવારો આ ચૂંટણી લડી શકશે નહીં. કોંગ્રેસના કાર્યકરોએ રજૂઆત કરી હતી કે, કોંગ્રેસના ઉમેદવારોનાં 14 ફોર્મ રદ્દ કરવાની પ્રક્રિયા ચૂંટણીના કાયદાકીય નિયમોથી વિરુધ્ધ છે. આ રજૂઆતને હાઈકોર્ટે સ્વીકારી નથી. અરજદારોએ કરેલી રજૂઆત મુદ્દે ચાલુ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હસ્તક્ષેપ કરવા હાઇકોર્ટ ઇનકાર કર્યો છે.
આ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 14 ઉમેદવારોનાં ફોર્મ રદ કરવા મુદ્દે હાઈકોર્ટે આપ્યો શું મોટો ચુકાદો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Feb 2021 12:08 PM (IST)
હાઇકોર્ટે ચૂંટણી પંચના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા ઇનકાર કરીને કોર્ટે કોંગ્રેસના ઉમેદવારોની અરજી ફગાવી દેતાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
NEXT
PREV
અમદાવાદઃ ગુજરાતમાં જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીના કોંગ્રેસના 14 ઉમેદવારોનાં ફોર્મ રદ્દ કરવાના વિવાદમાં મોટો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે ચૂંટણી પંચના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા ઇનકાર કરીને કોર્ટે કોંગ્રેસના ઉમેદવારોની અરજી ફગાવી દેતાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયના પગલે કોંગ્રેસના 14 ઉમેદવારો આ ચૂંટણી લડી શકશે નહીં. કોંગ્રેસના કાર્યકરોએ રજૂઆત કરી હતી કે, કોંગ્રેસના ઉમેદવારોનાં 14 ફોર્મ રદ્દ કરવાની પ્રક્રિયા ચૂંટણીના કાયદાકીય નિયમોથી વિરુધ્ધ છે. આ રજૂઆતને હાઈકોર્ટે સ્વીકારી નથી. અરજદારોએ કરેલી રજૂઆત મુદ્દે ચાલુ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હસ્તક્ષેપ કરવા હાઇકોર્ટ ઇનકાર કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયના પગલે કોંગ્રેસના 14 ઉમેદવારો આ ચૂંટણી લડી શકશે નહીં. કોંગ્રેસના કાર્યકરોએ રજૂઆત કરી હતી કે, કોંગ્રેસના ઉમેદવારોનાં 14 ફોર્મ રદ્દ કરવાની પ્રક્રિયા ચૂંટણીના કાયદાકીય નિયમોથી વિરુધ્ધ છે. આ રજૂઆતને હાઈકોર્ટે સ્વીકારી નથી. અરજદારોએ કરેલી રજૂઆત મુદ્દે ચાલુ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હસ્તક્ષેપ કરવા હાઇકોર્ટ ઇનકાર કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -