અમદાવાદઃ દિવાળી પછી કોરોનાના કેસો વધતા ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે જાન્યુઆરી મહિનામાં પણ નાઇટ કર્ફ્યૂ લંબાઇ શકે છે. કોરોના મુદ્દે થયેલી સુઓ મોટો પિટિશન પર અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
કોર્ટે ક્રિસમસ, 31 ડિસેમ્બર, ન્યુ યર અને ઉત્તરાયણના તહેવારો દરમ્યાન વધુ ધ્યાન રાખવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. આ સમયે એડવોકેટ જનરલે કોર્ટમાં મોટું નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં પણ નાઈટ કરફ્યુ લંબાઈ શકે છે. કોર્ટે કહ્યું, નાઈટ કરફ્યુ જરૂરી છે. એ થોડો સમય હજુ ચાલુ રહેવો જોઈએ. એનાથી કેસોની સંખ્યા ઘટી છે.
ગુજરાતમાં જાન્યુઆરીમાં પણ મોટાં શહેરોમાં નાઈટ કરફ્યુ ચાલુ રહેશે ? જાણો રાજ્ય સરકારે હાઈકોર્ટમાં શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Dec 2020 03:43 PM (IST)
કોરોના મુદ્દે થયેલી સુઓ મોટો પિટિશન પર અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટે ક્રિસમસ, 31 ડિસેમ્બર, ન્યુ યર અને ઉત્તરાયણના તહેવારો દરમ્યાન વધુ ધ્યાન રાખવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -