અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગજેન્દ્ર રામાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. પોતાના અંગત કારણોને લીધે રાજીનામું આપ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તેમણે પ્રદેશ પ્રમુખને પત્ર લખીને રાજીનામું આપી દીધું છે.
તેમણે પત્રમાં લખ્યું છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મને પ્રદેશના ઉપપ્રમુખ તરીકેની નિમણૂંક આપેલ હતી, તે ઉપપ્રમુખ પદેથી અને કોંગ્રેસ પક્ષમાંથી મારા અંગત કારણોસર મારું રાજીનામું આપું છે. તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામું આપ્યું છે. તેમણે પત્રની એક કોપી વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને પણ મોકલી આપી છે.
આ ઉપરાંત દિલીપભાઈ રામાણીએ જસદણ તાલુકા પ્રમુખ અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. જોકે, રાજીનામા પાછળ બંને નેતાઓએ અંગત કારણ જણાવ્યું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, કયા દિગ્ગજ નેતાએ આપી દીધું રાજીનામું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Dec 2020 03:33 PM (IST)
પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગજેન્દ્ર રામાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. પોતાના અંગત કારણોને લીધે રાજીનામું આપ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -