અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોનાના ક્રિટિકલ દર્દીઓ માટે કારગત ગણાતા ટોસીલીઝુમેબ ઇંજેક્શનના ભાવ બાબતે રાજ્ય સરકારે કોર્ટમાં કરેલા રિપોર્ટમાં રજૂઆત કરી છે કે, આ ઇંજેક્શનની આયાત કરવામાં આવે છે અને તેનો ભાવ નિયંત્રિત કરવાની રાજ્ય સરકારને સત્તા નથી.


80 mg, 200 mg અને 400 mgની માત્રામાં મળતાં આ ઇન્જેક્શનનો બજાર ભાવ અનુક્રમે ₹ 8112, ₹ 20274 અને ₹ 40,545 છે. રાજ્ય સરકારે આ ઇન્જેક્શન 80 એમજીના ₹ 6174, 200 એમજીના ₹15435 અને 400 એમજીના ₹ 30870 આપીને ખરીદ્યા છે.

20 માર્ચથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારે ciplaને 4597 ટોસિલિઝુમેબ ઇન્જેશનનો ઓર્ડર આપ્યો છે. જેમાંથી સિપલાએ 2340 ઇન્જેશનની જ ડિલિવરી આપી છે. આ 2340માંથી 2243 ઇન્જેક્શન સરકારી અને અર્ધસરકારી હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. હાલ ગુજરાત મેડિકલ સર્વિસીસ લિમિટેડ જોડે 77 ઇન્જેક્શનનો સ્ટોક છે. એક અઠવાડિયામાં સિપ્લા બીજા સોથી દોઢસો ઇન્જેક્શન આપશે. આ ઈન્જેકશનનો ઉપયોગ ખાસ કિસ્સાઓમાં અને કડક મેડિકલ સુપરવિઝન હેઠળ થવો આવશ્યક છે.