અમદાવાદઃ રાજ્યની મહાનગરપાલિકા સંચાલિત શાળાના શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવ્યો છે. સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપ્યો છે. અગાઉ સરકારે માત્ર સરકારી શાળાના શિક્ષકોનો જ ગ્રેડ-પે મંજૂર કર્યો હતો. મહાનગરપાલિકા સંચાલિત શાળાના શિક્ષકોની લડત બાદ લેવાયો નિર્ણય. 11 હજાર જેટલા શિક્ષકોને સીધો લાભ થશે.



Gujarat : રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સુધરશે, સરકારે શું લીધો મોટો નિર્ણય?



ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સુધરશે. રાજ્ય સરકારનો કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય. ઓક્ટોબર માસનો પગાર દિવાળી પહેલા થઈ જશે. દર મહિનાની તા. 1 કે 2તારીખે થતો પગાર આ વખતે 17, 18 અને19 ના રોજ કર્મચારીઓના ખાતામાં આવી જશે. છ લાખ કર્મચારીઓ સાથે છ લાખ પેન્શનરોને પણ લાભ મળશે. પગાર સિવાયના એલાઉન્સ પણ કર્મચારીઓને એડવાન્સમાં આપવામાં આવશે.


Gaurav Yatra : ઉત્તર ગુજરાતથી ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ, રૂપાલા-જે.પી. નડ્ડાએ કરાવ્યો પ્રારંભ


Gaurav Yatra : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. આજથી ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૌરવ યાત્રા થકી ભાજપે ગુજરાતમાં વિધિવત રીતે પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બહુચરાજી મંદિર પહોંચ્યા હતા. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલ, ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, નીતિન પટેલ અને રજની પટેલ પણ હાજર છે. 


બહુચરાજી મંદિરે માતાજીના દર્શન કર્યા પછી વિધિવત રીતે ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, તમામ 182 બેઠકો પર ભાજપની ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. મતદાતાઓ સાથે નેતાઓના સંપર્કનું આયોજન કરાયું છે. બહુચરાજી અને દ્વારકા એમ બે જગ્યાએથી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. 


Mehsana : છત્રી વીજતારને અડી જતા હાથીની અંબાડી સાથે મહંત રાજા ભુવા-કનીરામ બાપુ નીચે પડ્યા


મહેસાણાઃ કડીના કાસવા વિડજ પાસે હાથીની અંબાડી પરથી કનીરામ બાબુ અને મહંત રાજા ભુવા નીચે પડવાની ઘટના બની હતી. મંદિરના મહંત હાથી પરથી નીચે પડ્યા હતા. હાથીની અંબાડી પર લગાવેલ છત્રી વીજ વાયરને અડકતા અંબાડી નીચે પડી ગઈ હતી. મહંત રાજા ભુવા અને કનીરામ બાપુને સામાન્ય ઇજા થઈ હતી. 


મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો. આ ઘટના સોમવારની હોવાનું જણાવા મળ્યું છે. 


યાત્રાઓનો પ્રારંભ અને સમાપન ધાર્મિક સ્થળોએ રાખવાની રણનીતિ છે. બહુચરાજીથી નીકળનાર ગૌરવ યાત્રાના રથમાં નીતિન પટેલ સવાર થયા છે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રજની પટેલ પણ હાજર છે. આ સિવાય નંદાજી ઠાકોર, ઋષિકેશ પટેલ પણ યાત્રામાં જોડાયા છે. દાનવે રાવસાહેબ દાદારાવ પણ રથયાત્રામાં જોડાવાના છે.