અમદાવાદઃ ગુજરાતની વીજ કંપનીઓ મામલે હાઇકોર્ટનો મહત્વનો હુકમ કર્યો છે. ટ્રાન્સફોર્મર તેમજ અન્ય વધારાના ચાર્જીસ વસુલતી હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. વીજ કંપની સાથે સંકળાયેલા ઉપભોક્તાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 


જર્ક દ્વારા નિયત ચાર્જથી વધુ રૂપિયા વસૂલવા અંગે હાઈકોર્ટે હુકમ કર્યો છે. અરજદારોને 4 અઠવાડીયામાં લીધેલી વધારાની રકમ પરત કરવામાં આવે. હાઇકોર્ટના આ આદેશ બાદ 2011 થી 2014 સુધીમાં જે વીજ ગ્રાહકો પાસેથી વીજ કંપનીઓએ વધારાનો ચાર્જ વસુલ્યો હશે અને ગ્રાહકો ફરિયાદ કરશે તો એ ચાર્જ પરત કરવો પડશે. નવા કનેક્શન અંગે વધુ રકમ વસુલતા મામલો કન્ઝ્યુમર કોર્ટમાં ગયો, જ્યાં ચુકાદો વીજ કંપનીઓની તરફેણમાં આવ્યો. ત્યાર પછી ઇલેક્ટ્રીસીટી ઓમ્બડ્સમેનમાં ચુકાદો વીજ ગ્રાહકોની તરફેણમાં આવ્યો.


જે પછી વીજ કંપનીઓએ હાઇકોર્ટમાં અરજી કરી અને હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા ઇલેક્ટ્રીસીટી ઓમ્બડ્સમેનના ચુકાદાને રદ્દ કર્યો. જે પછી વીજ ગ્રાહકોએ હાઇકોર્ટમાં ચુકાદાને પડકાર્યો અને ડબલ બેન્ચ દ્વારા સિંગલ જજના ચુકાદાને રદ્દ કરીને વીજ કંપનીઓને વધારાની લોધેલી રકમ પરત કરવાનો મહત્વનો હુકમ કર્યો.


ગુજરાતના આ શહેરમાં સિટી બસમાં કર્મચારીઓની ભરતી શરૂ, નોકરી માટે લાગી લાંબી લાઇન
નવસારીઃ નવસારી શહેરમાં સિટી બસમાં કર્મચારીઓની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાનગી સિટી બસ સેવામાં નોકરી મેળવવા માટે નગર પાલિકા પરિસરમાં  મોટી કતારો લાગી હતી. બાર વાગ્યા સુધી નગરપાલિકામાં 321 લોકોએ પોતાનો ફોર્મ ભર્યું હતું. 


સાંજ સુધીમાં ૫૦૦થી વધુ ફોર્મ ભરાવવાની શક્યતાઓ સંચાલકો દ્વારા સેવવામાં આવી છે. સિટી બસ સેવા માટે કુલ ૩૧ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. ખાલી 31 કર્મચારીઓની ભરતી માટે યુવાનોએ ફોર્મ ભરવા લાંબી લાઈનો લગાવી હતી. 


સૌરાષ્ટ્રની કઈ પાલિકામાં ભાજપના કાઉન્સિલરે રાજીનામું આપી દેતા ખળભળાટ?
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરે રાજીનામુ આપી દેતાં રાજકારણ ગરમાયું છે. નગરપાલિકાની ચૂંટણી પત્યાના 4 માસમાં જ બીજી વખત આ કાઉન્સિલરે રાજીનામું આપ્યુ છે. હિતેશ બજરંગ નામના કાઉન્સિલરે પાલિકા ચીફ ઓફિસરને લેખિત સ્વૈચ્છિક રાજીનામુ આપવાનો લેખિત ઉલ્લેખ કરી રાજીનામુ આપ્યું છે. 


જોકે, આ રાજીનામાને કારણે જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે.  જિલ્લા ભાજપ પ્રમુખે સમજાવટનો દોર શરૂ કર્યો છે.