અમદાવાદઃ વૈવાહિક બળાત્કારના મુદ્દે હાઇકોર્ટમાં થયેલી અરજીને હાઇકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારી છે. મેરિટલ રેપમાં પતિને સજામાંથી બાકાત રાખવાની જોગવાઈને પડકારતી અરજીમાં હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ઈશ્યુ કરી ખુલાસો માંગ્યો છે. મહિલા પર બળાત્કાર બદલ સજાની જોગવાઈ, તો પત્ની પર રેપ બદલ પતિને સજાના દાયરાથી શા માટે બહાર રાખ્યો? અરજદારે રજુઆત કરી હતી.
મેરિટલ રેપમાં પતિને સજાના દાયરાથી બહાર રાખવો એ નારીના સન્માન, ગૌરવ અને બંધારણીય અધિકારો પર તરાપ હોવાની અરજદારે રજૂઆત કરી હતી. 15 વર્ષથી મોટી ઉંમરની પત્ની પર બળાત્કારના કિસ્સાઓમાં પતિને સજાથી બાકાત રાખવો જોઈએ નહીં, તેમ અરજદારે રજૂઆત કરી હતી.
ગર્ભવતી, શારીરિક કે માનસિક અસ્વસ્થ કે અન્ય રીતે કમજોર પત્ની પર કરેલા બળાત્કાર બદલ પતિને સજામાંથી બાકાત રાખી શકાય નહીં એવી રજુઆત કરવામાં આવી હતી. જો પતિ પત્નીની સાથે મારઝૂડ કરે તો સજા થાય પણ બળાત્કાર કરે તો સજા કેમ નહીં? એવો મુદ્દો ઉઠાવાયો હતો.
સ્ત્રી અને પત્ની વચ્ચે કૃત્રિમ ભેદ ઉભો કરીને પુરુષને તેના જઘન્ય અપરાધ બદલ સજામાંથી બાકાત રાખવો એ કાયદાનો હેતુ હોઈ શકે નહીં, તેવી રજૂઆત અરજદાર દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.
ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો દારૂબંધી હટાવીને દારૂ પીવાની છૂટ અપાશે, ક્યા ટોચના નેતાએ આપ્યો સંકેત
ઓગણજઃ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ દારુબંધીને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સરસ મજાની આહ્લાદક ઠંડીમાં જમવાની વ્યવસ્થા કરી છે, પરંતુ બીજું તો કંઈ જ થઈ નહીં શકે. તેમના આ નિવેદનથી હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યુ ંહતું કે, અહીં પાબંદી છે એટલે. યુગ પરિવર્તનની સાથે કદાચ ગુજરાતની પ્રજા જ્યારે આવું કંઇ ઇચ્છશે ત્યારે ગુજરાતની પ્રજાને એવો મોકો પણ મળશે, તે ભવિષ્યની માન્યતા મને લાગે છે.
ભરતસિંહ કહ્યું કે, પરિવર્તનની સાથે ગુજરાતની પ્રજા જો ઇચ્છશે તો આવો મોકો મળશે. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કેટલી બંધી છે તે તો સૌ કોઈ જાણે છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ગેરકાયદે રીતે જોઇએ તેટલો દારૂ મળે છે. સ્વાભાવિક રીતે લોકચર્ચામાં વાત છે. સરકારના ઓથા નીચે જ એમના મળતિયા અને બુટલેગરો દારૂ વેચે છે અને આર્થિક લાભ મેળવે છે. આ પૈસા સરકારમાં જમા થાય તો સરકારને ટેક્સની આવક થાય.
ભરતસિં પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને યાદ કરતાં કહ્યું કે, તેઓ કહેતા કે ધનાઢ્ય લોકો દારૂ પીવે તો ચાલે પરંતુ સામાન્ય માણસ દારૂ ન પી શકે. ગુજરાતની મહિલાઓ નિર્ણય કરે તો દારૂબંધી હટાવી શકાય તેમ છે. દારૂબંધી અંગે સાત કરોડ ગુજરાતીઓમાં મારા એકલાનો મત નિર્ણાયક નથી.