અમદાવાદઃ રાજ્યમાં ધાર્મિક સરઘસમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ લગાવ્યો હતો. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં ધાર્મિક સરઘસોને લઇને સોગંદનામું રજૂ કર્યું હતું. ધાર્મિક સરઘસ પર ડ્રોન, સીસીટીવી અને બોડી કેમેરાથી નજર રહેશે. સંવેદનશીલ સ્થાનો પર વધુ બંદોબસ્ત સાથે સ્થાનિક પોલીસને વધુ સત્તા આપવામાં આવશે. ધાર્મિક તહેવારોનું કેલેન્ડર પ્રમાણે આખા વર્ષનો રૂટ અને મેપ તૈયાર કરાશે. શાંતિ અને સલામતી જાળવી રાખવા તમામ પગલા લેવા હાઇકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા હતા.


કોર્ટે સરકારને નિર્દેશ આપ્યા કે સરકાર એ તમામ પગલાં લેવા જે શાંતિ અને સલામતી જાળવવા જરૂરી બનતા હોય.રાજ્યમાં ધાર્મિક સરઘસોમાં વિડિયોગ્રાફી અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની માંગ કરતી અરજી પર સુનાવણી કરાઇ હતી. AIMIM ના હોદ્દેદાર એવા અરજદારે પણ રાજ્ય સરકારે લીધેલા પગલાંને બિરદાવ્યા અને સરકારે યોગ્ય કાર્યવાહી કરી હોવાનું કોર્ટમાં સ્વીકાર્યું હતું.


Gujarat Riots 2002: નરોડા ગામ હત્યાકાંડમાં વિશેષ અદાલતે જાણો શું આપ્યો ચુકાદો


 


Gujarat Riots 2002: અમદાવાદના ચકચારી નરોડા ગામ હત્યાકાંડમાં આજે વિશેષ અદાલત ચુકાદો આપ્યો છે. આ કેસમાં તમમા આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 28 ફેબ્રુઆરી 2002ના બનેલી આ ઘટનામાં અમદાવાદના નરોડા ગામ કોમી રમખાણોમાં 11 લોકોના મોત થયા હતા. સમગ્ર કેસમાં કુલ 86 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તત્કાલીન ધારાસભ્ય માયા કોડનાની, બાબુ પટેલ અને જયદીપ પટેલ સહિતના લોકોની ધરપકડ કરાઈ હતી.આજે કોર્ટમાં બે આરોપીઓ ગેરહાજર રહ્યા હતા. આરોપી નંબર 30 અને 41 ગેરહાજર રહ્યા હતા. આજે કોર્ટે માયા કોડનાની, બાબુ બજરંગી સહિત તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અદાલતે ચૂકાદો સંભળાવતા જ બહાર જયશ્રી રામના નારા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે, 21 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે.




 



શું હતો કેસ?


28 ફેબ્રુઆરી 2002ના બનેલી આ ઘટનામાં અમદાવાદના નરોડા ગામ કોમી રમખાણોમાં 11 લોકોના મોત થયા હતા. સમગ્ર કેસમાં કુલ 86 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તત્કાલીન ધારાસભ્ય માયા કોડનાની, બાબુ પટેલ અને જયદીપ પટેલ સહિતના લોકોની ધરપકડ કરાઈ હતી. સમગ્ર કેસની તપાસ SIT એ કરી હતી. આ કેસમાં બચાવ પક્ષ તરફથી 58 સાક્ષીઓ જ્યારે ફરિયાદ પક્ષ તરફથી 187 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. ત્યારે વિશેષ અદાલતના ન્યાયમૂર્તિ એસ.કે બક્ષી મહત્વનો ચુકાદો આપી શકે છે