ગુજરાત હાઈકોટમાં લીગલ આસિસ્ટન્ટ અને ટ્રાન્સલેટરની ભરતી કરવામાં આવશે. લીગલ આસિસ્ટન્ટની 16 જગ્યા માટે લૉની ડિગ્રી ધરાવતાં ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. જ્યારે ટ્રાન્સલેટરની 5  પોસ્ટ માટે પણ ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.


લીગલ આસિસ્ટન્ટ



  • કોણ કરી શકશે અરજીઃ લૉની ડિગ્રી ધરાવતાં

  • કેટલી જગ્યાઃ 16

  • પગાર ધોરણછ રૂ.20 હજાર ફિક્સ (11 મહિનાના કરાર આધારિત, મહત્તમ ત્રણ વર્ષ માટે)

  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખઃ 10 ઓગસ્ટ

  • ગુજરાત હાઈકોર્ટ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ અને નેશનલ લો યૂનિવર્સિટી એન્ડ લો કોલેજના ડિસ્પ્લે બોર્ડ પર પણ નોટિસ જોઈ શકાશે.

  • વધુ માહિતી માટેઃ www.gujarathighcourt.nic.in અથવા https://hc-ojas.gujarat.gov.in પર જાવ.


ટ્રાન્સલેટર (અનુવાદક)ની પોસ્ટ માટે



  • કેટલી જગ્યાઃ 5

  • પગાર ધોરણઃ રૂ. 35,400-1,12,400 વત્તા નિયમ મુજબ ભથ્થું

  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખઃ 10 ઓગસ્ટ

  • ગુજરાત હાઈકોર્ટ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ અને નેશનલ લો યૂનિવર્સિટી એન્ડ લો કોલેજના ડિસ્પ્લે બોર્ડ પર પણ નોટિસ જોઈ શકાશે.

  • વધુ માહિતી માટેઃ www.gujarathighcourt.nic.in અથવા https://hc-ojas.gujarat.gov.in પર જાવ.


ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડમાં નોકરીની તક, જાણો અરજી કરવાની કઈ છે છેલ્લી તારીખ


ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડ ભારત સરકાર અને ગુજરાત સરકારનું સંયુક્ત સાહસ છે. જે ગુજરાતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના અમલીકરણનું કામ કરે છે.  જીએમઆરસીમાં એક્ઝિક્યુટિવ ડાયરેકટર (સિવિલ)ની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે.


જીએમઆરસીમાં એક્ઝિક્યુટિવ ડાયરેકટર (સિવિલ) ઓન કોન્ટ્રાક્ટ અને એક્ઝિક્યુટિવ ડાયરેકટર (સિવિલ) ઓન ડેપ્યુટેશન માટે અરજી મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2021 છે.


કેટલી પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છેઃ બે પોસ્ટ


પગાર ધોરણઃ 1,50,000-3,00,000


મિનિમમ યર્સ ઓફ એક્સપિરિયન્સ ગ્રુપ એ એક્ઝિક્યુટિવ સર્વિસઃ 22 વર્ષ


જાહેરખબરના દિવસે વયઃ 55 વર્ષ


વધુ માહિતી માટે https://www.gujaratmetrorail.com/careers/ પર જાવ.