અમદાવાદઃ ભાજપનાં નેતા જયંતિ ભાનુશાળી સામે સુરતની યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે તે કેસમાં આજે નવો વળાંક આવ્યો છે. આ યુવતીનો ભૂતપૂર્વ પતિ આજે મીડિયા સામે હાજર થયો હતો. યુવતીને સંખ્યાબંધ યુવકો સાથે શારીરિક સંબંધો હોવાનો દાવો પણ તેણે કર્યો છે. જોકે તેણે સૌથી ચોંકાવનારો આક્ષેપ એ કર્યો હતો કે, આ યુવતી સાથે પોતાનાં લગ્ન થયાં બાદ તેના સેક્સ સંબંધોની તેને ખબર પડી હતી. એ પછી યુવતીએ પોતાની પાસે છૂટાછેડાની માગણી કરી હતી. એ વખતે છબિલ પટેલ નામનો રાજકીય વ્યક્તિ મને ફોન કરીને છૂટાછેડા આપવા માટે દબાણ કરતો હતો તેવો આક્ષેપ તેણે કર્યો છે. - અમે 10માં ધોરણમાં હતા ત્યારથી શારીરિક સંબંધ હતા - અનેક યુવકો સાથે પીડિતા સંબંધ ધરાવતી હતી - પીડિતાએ મારા ઘરે પરત આવવા રૂપિયા માગ્યા હતા - મેં રૂપિયા આપવાની ના પાડી તો મને પીડિતા ધમકાવતી હતી - છબીલ પટેલ નામના રાજકીય નેતાના ફોન આવતા - હું છબીલ પટેલને ઓળખતો પણ નથી - પીડિતાની ફેમિલીનો પૈસા પડાવવાનો ધંધો હતો - 2 વર્ષ પહેલા પીડિતા પાસે ખાવાના પણ રૂપિયા નહોતા - પીડિતા પૈસા માટે જ આવું બધું કરે છે - સુરતમાં ફાઈનાન્સ સાથે પણ આવું જ કર્યું હતું - પીડિતા શારીરિક સંબંધ બાંધીને બ્લેકમેલ કરી રૂપિયા પડાવતી - પોતે વીડિયો બનાવીને લોકોને બ્લેકમેઈલ કરતી - પીડિતાને 70થી 80 પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધીને લોકોને ફસાવ્યા છે - પીડિતાએ અનેક રાજનેતાઓને ફસાવ્યા છે - મારી સામે ફોન પર પીડિતા બીજા સાથે વાતો કરતી હતી - અમે જુદા થયા પછી એક વર્ષ સુધી મારા પર ફોન આવતા હતા - યોગ્ય પોલીસ તપાસમાં ઘણાં ખુલાસા થઈ શકે - પીડિતાના પૂર્વ પતિએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યું હતું - પીડિતાએ મારી પાસેથી 25 લાખ જેટલા રૂપિયા પડાવ્યા - બંનેના શારીરિક સંબંધનો વીડિયો પણ મેં જોયો હતો - છબીલ પટેલ રાજકીય નેતા મને ધમકી આપતા - છબીલ પટેલ અંગે મને કંઈ પણ ખબર નથી