અમદાવાદઃરાજ્યમાં છેલ્લા એક દાયકા ઉપરાંતથી સરકારે દિવ્યાંગોને સરકારી નોકરી નહી આપી હોવાના મામલે થયેલી જાહેર હિતની અરજીને સ્વીકારવા કોર્ટે ઇન્કાર કર્યો છે. આ અરજીમાં હસ્તક્ષેપ કરવા કોર્ટે ઇન્કાર કરી દીધો છે. હાઇકોર્ટે ટાંક્યું કે આવા જ મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ કેસ પેન્ડિંગ હોવાથી હાલના તબક્કે હાઇકોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી. અને જો અરજદારને જરૂર જણાય તો તે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. જોકે અરજદારે દાવો કર્યો હતો કે રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ ખોટી રજૂઆત કરી છે. અને સુપ્રીમ કોર્ટમાં આવો કોઈ કેસ પડતર નથી. જોકે હાઇકોર્ટે આ વાત સ્વીકારવા ઇન્કાર કર્યો હતો.