અમદાવાદઃ સુરેંદ્રનગર જિલ્લાના થાનગઢમાં થયેલા દલિતો પરના ફાયરિંગ મામલે મૃત્યુ પામેલા યુવકના પિતાએ સ્વતંત્ર તપાસની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસ દ્વારા નબળી તપાસ કરવામાં આવી રહી છે. તેમજ અત્યાર સુધીમાં અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો નથી.


આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારને નોટીસ ફટકારી છે. તેમજ સરકારી વકીલે જવાબ રજૂ કરવા માટે સમયની માંગ કરી હોવાથી વધુ સુનાવણી 14 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. ઉનામાં દલિત પર થયેલા અત્યાચાર બાદ સરકાર તરફથી તાત્કાલિક અસરથી થાનગઢ પોલીસ ફાયરિંગનો ભાગ બનેલા યુવકોના પરિવાર દ્વારા ગાંધીનગર ખાતે ઉપાવાસ પર બેઠા હતા. ત્યાર બાદ સરકાર દ્વારા પુરતી તમામ સહાય આપવાની ખાતરી આપીને સમાધાન કરવાનો પ્રયત્નો કરવામાં આવ્યો હતો.