લાઈવ અપડેટ
- બાબુ બજરંગીની સજા કોર્ટે આજીવનથી ઘટાડીને 21 વર્ષની કરી.
- હીરાજી મારવાડી નિર્દોષ.
- શશીકંત મરાઠી નિર્દોષ.
- માયા કોડનાની નિર્દોષ.
- બાબુ વણઝારા નિર્દોષ.
- મનુભાઈ મોરડા નિર્દોષ.
- નવાબ ઉર્ફે કાળુ ભૈયા દોષિત.
- સુરેષ ઉર્ફે સેહજાદ દોષિત.
- કિશન કોરાણી દોષિત.
- સુરેશ લંગડો દોષિત.
- પ્રકાશ રાઠોડ દોષિત.
- બાબુ બજરંગીને આજીવન કેદની સજા.
- હરેશ છારા દોષિત.
- વિક્રમ છારા નિર્દોષ.
- આરોપી નંબર 3 ગણપત છનાજી નિર્દોષ.
- આરોબી બે મુરલી સિંઘ દોષિત.
- ઓરોપી નંબર 1 નરેશ અગરસી છારાને કોર્ટે દોષિત ગણ્યો.
- બાબુ બજરંગી, સુરેશ છારા અને પ્રકાશ કોરાણીને ષડયંત્રકારી ગણાવ્યા.
- જજે ચૂકાદો આપવાનું શરૂ કર્યું.
16 વર્ષ પહેલા 28 ફેબ્રુઆરી 2002ના દિવસે અમદાવાદ શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં સૌથી મોટો નરસંહાર થયો હતો. 27 ફેબ્રુઆરી 2002એ ગોધરા સાબરમતી એક્સપ્રેસના ડબ્બા સળગાવવાની ઘટના બન્યા બાદ બીજા દિવસે ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા, ત્યારે નરોડામાં મોટો નરસંહાર થયો હતો.
નરોડા પાટિયામાં થયેલા તોફાનોમાં 97 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. તેમાં 33 લોકો ઘાયલ થયા હતા.
નરોડા પાટિયા નરસંહારને ગુજરાત તોફાનો દરમિયાન થયેલો સૌથી ભીષણ નરસંહાર ગણાવવામાં આવ્યો હતો. આ સૌથી વિવાદસ્પદ કેસ પણ છે. આ ગુજરાત તોફોનોમાં જોડાયેલા નવ કેસમાંથી એક છે, જેની તપાસ એસઆઇટીએ કરી હતી.
નરોડા પાટિયા કાંડનો કેસ ઓગસ્ટ 2009માં શરૂ થયો હતો. કુલ 62 આરોપી બતાવવામાં આવ્યા હતો. સુનાવણી દરમિયાન એક અભિયુક્ત વિજય શટ્ટીનું મોત થઇ ગયું હતું. આ મામલે ગયા વર્ષે સ્પેશ્યલ કોર્ટે રાજ્યના પૂર્વ મંત્રી માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગી સહિત 32 લોકોને દોષી ઠેરવ્યા હતા, જ્યારે 29 અન્ય લોકોને છોડી મુકવામાં આવ્યા હતા.
દોષી ઠેરવવામાં આવેલા 32 લોકોની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટ નિર્ણય સંભળાવવાની છે. આમાં માયા કોડનાનીને આજીવન કારાવાસ અને બાબુ બજરંગીને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કારાવાસ સંભળાવેલો છે.