પવનની દિશા ઉત્તર દિશા તરફ હોવાને કારણે 3 દિવસ સુધી રાજ્યમાં કોલ્ડવેવ રહેશે . કોલ્ડવેવની આગાહી વચ્ચે નલિયામાં ૩.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતા.28 અને 29 ઠંડી વધશે તે આગાહી પ્રમાણે જ ઠંડીમાં વધારો થયો છે. અમદાવાદ -ગાંધીનગરમાં 3 થી 4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 3 દિવસ બાદ ઠંડીનું પ્રમાણ ઘટશે. આજે અમદાવાદમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાત હવામાન વિભાગે ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ અને સુરતમાં કોલ્ડ વેવની આગાહી કરી છે.