અમદાવાદઃ ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર અને ભાજપના નેતા હિરેન પટેલની હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ત્રણ મહિના પહેલાં વાહનની ટક્કર મારી કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કરવામાં આવી હતી. એટીએસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, હિરેન પટેલની હત્યા રાજકીય છે. ઝાલોદના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈના ઈશારે આ રાજકીય હત્યા કરવામાં આવી છે.


એટીએસે હરિયાણામાંથી ઈમરાન ગુડાલા ઉર્ફે ઈમુ ડાંડની ધરપકડ કરી છે. ઝાલોદના MLA ભાવેશ કટારાના ભાઈ અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારા હત્યા કેસમાં સામેલ હોવાની માહિતી સામે આવી છે. ઈમરાન અને અમિત કટારાએ મળીને સમગ્ર હત્યાનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. આ હત્યા કેસમાં અન્ય કોઈ રાજકીય આગેવાનની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.