અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અમુક વિસ્તારોને બાદ કરતાં વરસાદે વિરામ લીધો છે. બીજી તરફ ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કરી દીધું હોવાથી વગર વરસાદે તેમનો પાક બળી જવાની ભીતી છે, ત્યારે ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ શરૂ થઈ છે.
આગામી 11 જુલાઈના બંગાળની ખડીમાં લો પ્રેશર સક્રિય થવાનું અનુમાન છે. 10 જુલાઈથી વરસાદની એક્ટિવિટી વધશે. આગામી 4 સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, ગરમી યથાવત રહશે.
સૌરાષ્ટ્રના 5 શહેરો માટે મોટા ખુશીના સમાચાર, PGVCL નાંખશે અંડર ગ્રાઉન્ડ કેબલ
રાજકોટઃ તાઉતે વાવાઝોડા બાદ પીજીવીસીએલે બોધપાઠ લીધો છે. હવે રાજકોટ સહિત પાંચ શહેરોમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખવામાં આવશે. તાઉતે વાવાઝોડામાં 1400 કરોડનું નુકસાન થયું હતું. ત્યારે બીજી વખત આટલી મોટી નુકસાની ન ભોગવવી પડે એટલા માટે આ નિર્ણય લેવાયો છે. અંડરગ્રાઉન્ડ કેબલથી વીજ વિક્ષેપની ઘટનાઓ ઘટશે. લોકોને અવિરત વીજ પ્રવાહ મળી શકશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ના શહેરો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
PGVCLના એમ.ડી ધીમત વ્યાસે મોટું નિવેદન આપ્યું હતું. અન્ડર ગ્રાઉન્ડ વાયરિંગ નાખવામાં આવશે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં પ્રાયોગિક ધોરણે એક એક ટાઉનમાં વાયરો નાખવાની વિચારણા છે. અંદાજિત 300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વાયરો અન્ડર ગ્રાઉન્ડ નાખવાથી કોઈપણ શહેરનું બ્યુટીફિકેસન વધશે. સાથે વીજ અકસ્માતો અને શોર્ટસર્કિટ નહિવત થશે.
UPSCની તૈયારી કરતાં દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આવ્યા ખુશીના સમાચાર, જાણીને થઈ જશો ખુશ
સુરતઃ UPSCની તૈયારી કરતાં દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આવ્યા ખુશીના સમાચાર સામે આવ્યા છે, જે જાણીને તમે ખુશ થઈ જશે. હવે સુરતને UPSC સેન્ટર મળશે. સપ્ટેમ્બરમાં પરીક્ષા યોજાશે. ગુજરાતમાં UPSCની પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યા ૧૧ લાખ ઉપર પહોંચી છે.
અમદાવાદ અને રાજકોટ બાદ સુરતમાં પણ UPSCના ઉમેદવારો વધ્યા છે. UPSCના ઉમેદવારોની સંખ્યા ૫ લાખ હતી, જે ૨૦૧૮માં ૧૧ લાખ સુધી પહોંચી. સિવિલ સર્વિસીસમાં જોડાઈને સેવા કરવાનું સ્વપ્ન લાખો ઉમેદવારોનું પૂરું થાય તે હેતુસર સુરતને પરીક્ષા સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે.