અમદાવાદઃ રાજ્યમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તેમાં પણ ખાસ કરીને અમદાવદ, સુરત જેવા શહેરોની સ્થિતિ વધારે ખરાબ છે. કોરોનાથી બચવા અનેક શહેરો, ગામડાઓમાં લોકોએ સ્વયંભૂ લોકડાઉન (Self Lockdown) નાંખ્યું છે. આ દરમિયાન અમદાવાદના સાણંદ અને બાવળા તાલુકાના 49 ગામોએ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
મોતીપુરા, કોલટ, મોટી દેવતી, જુવાલ, બોળ, રેથલ સહિતના ગામોએ જીવન જરૂરિયાત સિવાયની તમામ દુકાનો આંશિક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સાણંદના 41 અને બાવળાના 8 ગામોએ 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. લોકડાઉન દરમિયાન દૂધ, શાકભાજી, અનાજ દળવાની ઘંટી, સલૂનનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે અને ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. શહેર અને જિલ્લામાં બુધવારે 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 4,903 નવા કેસ સામે આવ્યા હતા અને 969 દર્દી સાજા થયા હતા. જ્યારે સતત ત્રીજા દિવસે 23 દર્દીના મોત થયા હતા. શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 116,062 થયો છે. જ્યારે 81,298 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 2,690 થયો છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
બુધવારે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા હતા તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે. રાજ્યમાં બુધવારે 4802 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 લોકો વેન્ટિલેટર પર અને 83765 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.61 ટકા છે.
કોરોનાના કેસોમાં ભારત વર્લ્ડ રેકોર્ડ બનાવવા તરફ, જાણો એક દિવસમાં સૌથી વધારે કેસ ક્યારે નોંધાયા