અમદાવાદઃ કોરોના વાયરસના કહેરને પગલે આગામી 14મી એપ્રિલ સુધી ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું છે, ત્યારે પેટ્રોલ ડીલર્સ દ્વારા પણ ૨૬ તારીખથી સવારે ૮ થી સાંજે ૪ કલાક સુધી પેટ્રોલ આપવામાં આવશે. આ સાથે પેટ્રોલપમ્પ ધારકોને પણ વધુમાં વધુ જથ્થો રાખવા સૂચના આપવામાં આવી છે. લોકડાઉનના ૨૧ દિવસ સુધી આ સ્થિતિ ચાલુ રાખવા નિર્ણય કરાયો છે.


પેટ્રોલ પંપ એસોશિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે આ અંગે તમામ પેટ્રોલપંપ ધારકોને જાણકારી આપતાં જણાવ્યું છે કે, ફેડેરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન ગુજરાતના તમામ ડીલર મિત્રોને જણાવવાનું હાલ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસને કારણે સમગ્ર ભારત માં સંપૂર્ણ લોકડાઉન ૨૧ દિવસની પરિસ્થિતિ હોય, આપણા પેટ્રોલ પમ્પના સમય માં ફેરફાર કરવો જરૂરી છે. ગુજરાત રાજ્યના ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી સાથે ચર્ચા કર્યા બાદ તારીખ ૨૬.૦૩.૨૦૨૦ ગુરુવારથી સવારે ૮ કલાક થી સાંજે ૪ કલાક સુધી જ પેટ્રોલનું વહેંચાણ લોકડાઉન પરિસ્થિતિ છે ત્યાં સુધી રાખવાનું છે.