અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ (Gujarat Corona Cases)  અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યના અનેક શહેરો અને ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉનની (Self Lockdown) જાહેરાત કરી છે. રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વેપારો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જેથી બજારો અને માર્કેટો બંધ થયા છે.



કોરોનાની ચેઇન તોડવા અમદાવાદની રિલીફ રોડ પર આવેલું મોબાઇલ માર્કેટ પણ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ દ્વારા ગ્રાહકોને આ અંગે મેસેજ કરીને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના ખોખરા વિસ્તારમાં પણ વેપારીઓની બે દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું છે. ખોખરા મદ્રાસી મંદિરથી હાટકેશ્વર સર્કલ સુધીની તમામ દુકાનો બંધમાં જોડાશે.


અમદાવાદમાં કોરોનાનું ચિત્ર


હાલ અમદાવાદમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે અને ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં છેલ્લા બે દિવસથી દરરોજ 5000થી વધુ કેસો અને 25 દર્દીનાં મોત થઈ રહ્યાં છે. બીજી લહેર ખૂબ જ તીવ્ર છે. લોકો ખૂબ ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે.  અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 126,758 થયો છે. જ્યારે 82,622 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 2,736 થયો છે.


ગુજરાતમાં શું છે સ્થિતિ


શુક્રવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 13,804 કેસ નોંધાયા હતા અને 142 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક મૃત્યુઆંક 6019 પર પહોંચ્યો છે.   રાજ્યમાં આજે 5618 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધી 3,61,493 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 100128 પર પહોંચ્યો છે. જેમાંથી 384 લોકો વેન્ટિલેટર પર અને 99744 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.30 ટકા છે. 


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92,15,310 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,86,321  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ 1,10,01,631 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.


Gujarat Coronavirus Cases: રાજ્યમાં 4 જ દિવસમાં 50 હજારથી વધુ કેસ અને 525 લોકોના મોતથી હાહાકાર


India Coronavirus Cases Today:  દેશમાં કોરોનાનું વિકરાળ રૂપ, સતત ત્રીજા દિવસે સૌથી વધુ કેસ નોંધાતા હડકંપ