અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ (Gujarat Corona Cases) અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 4 જ દિવસમાં 50 હજારથી વધુ કેસ અને 500 લોકોના મોત થયા છે.
છેલ્લા 4 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
કેસ |
મોત |
23 એપ્રિલ |
13804 |
142 |
22 એપ્રિલ |
13015 |
137 |
21 એપ્રિલ |
12553 |
125 |
20 એપ્રિલ |
12206 |
121 |
કુલ |
51,578 |
525 |
ગુજરાતમાં કોરોનાની શું છે સ્થિતિ
શુક્રવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 13,804 કેસ નોંધાયા હતા અને 142 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક મૃત્યુઆંક 6019 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 5618 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધી 3,61,493 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 100128 પર પહોંચ્યો છે. જેમાંથી 384 લોકો વેન્ટિલેટર પર અને 99744 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.30 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92,15,310 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,86,321 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 1,10,01,631 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
વલસાડમાં હોસ્પિટલ હાઉસફૂલ
વલસાડ (Valsad)ની સિવિલ હોસ્પિટલ ફૂલ થતા હવે દર્દીઓને રસ્તા પર સારવાર લેવાનો વારો આવ્યો છે. વલસાડમાં સિવિલ ફૂલ થતા 108 અને એમ્બ્યુલન્સ (ambulance)ની કતાર લાગી છે. તો બીજી તરફ રસ્તા પર પોલીસ સિવિલ તરફ કોરોના સંક્રમિત દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સને અટકાવી રહી છે. શુક્રવારે સાંજે સિવિલ હોસ્પિટલ બહાર 108 અને એમ્બ્યુલન્સની લાઈન લાગી હતી. જેને લઈને સીટી પોલીસના જવાનો હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની નોંધ કર્યા વગર પેશન્ટને લઈ જતા રોકી રહી છે. કારણ કે સિવિલ હોસ્પિટલ ફૂલ થતા જ પોલીસ ને આદેશ કરાતા પોલીસે શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર નાકા બાંધી કરી ને 108 કે એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓ સિવિલમાં જતા અટકાવ્યા હતા. 400 બેડની સિવિલ ફૂલ થઈ ગઈ છે એટલે દર્દી ઓને રસ્તા પર ઝઝૂમવા અને 108 એમ્બ્યુલન્સના સહારે મુકવામાં આવ્યા છે.