Gujarat Monsoon: ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે, ચોમાસુ પણ આ વર્ષે સારું રહેવાની શકયતા વ્યક્ત કરી છે. ઉપરાંત ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ એક થી બે દિવસ વહેલું રહેશે.


હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું, કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું, અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી સમયમાં ભારે પવનની શક્યતા છે. 20-25km ની ઝડપે પવન ફૂંકાશે ત્યાર બાદ પવનની ઝડપમાં વધારો થશે. એક અઠવાડિયા બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. આવતા અઠવાડિયાથી પ્રિમોન્સુન એકટીવિટી શરૂ થશે.


 ગુજરાતમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમા અસહ્ય ગરમીની વચ્ચે આજે પવન ફૂંકાઇ રહ્યો છે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં સવારથી જ ઠંડકભર્યુ વાતાવરણ રહ્યું છે, અને કેટલાક વિસ્તારોમાં આંધી અને વંટોળના પણ સમાચારો મળ્યા છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, આજે ગુજરાતમાં ચાર જિલ્લામાં ભારે પવન ફૂંકાવવાની શક્યતાઓ છે. ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા કચ્છ, સુરેન્દ્રનગરમાં આજે ભારે પવન ફૂંકાવવાની સાથે સાથે વંટોળ આવી છે. બનાસકાંઠા, પાટણમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. આ ચારેય જિલ્લાઓમાં આજે પવનની ગતિ વધુ રહેશે, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.  


ગુજરાતમાં હવે ક્યારે વરસાદ આવશે તેની કાગડોળે રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમની આગાહી પ્રમાણે, 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, બનાસકાંઠા વિસ્તારમાં પવનની ગતિ આંધી વંટોળ સાથે 30 કિલોમીટર સુધી રહેવાની શક્યતા છે. 6 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રમાં (rohini nakshatra) ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. કેરળમાં બેસેલું ચોમાસું આગામી 3 દિવસોમાં આગળ વધવાની શક્યતા છે. 7 જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રિ મોન્સુન એકટીવિટી શરૂઆત થશે અને 10 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થશે. 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે. 7 થી 15 જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 8 જુને અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગર માં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે. 18 થી 20 જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્ર માં ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ વરસાદ તેજગતીના પવન અને વીજળીના કડાકા સાથે રહેવાની શક્યતા છે.