અમદાવાદઃ ચોમાસાની વિદાયને લઈને હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત સામે આવી છે. કચ્છ થી ડીસા સુધી ચોમાસાએ વિદાય લીધી છે. જોકે હજુ ગુજરાત માંથી ચોમાસાને વિદાયને સમય લાગશે. ભેજવાળા વાતાવરણને લઈને આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ રહી શકે છે.


ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નહિ. ભારે વરસાદની પણ કોઈ આગાહી નહિ. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહિ. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની કોઈ આગાહી નહિ. સિઝનનો હાલ સુધી 29 ટકા વધુ વરસાદ પડ્યો.


Gujarat Monsoon: હાલ નવરાત્રી ચાલી રહી છે અને આજે ત્રીજું નોરતું છે. આજે હવામાન વિભાગે વરસાદને લઈ કરેલી આગાહીના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાની ચિંતામાં વધારો થયો છે.


વડોદરામાં નવલી નવરાત્રીમાં ગરબા આયોજકો અને ખેલૈયાની ચિંતામાં વધારો કર્યો છે. મળતી જાણકારી અનુસાર, વાઘોડિયા રોડ,આજવા રોડ, ડભોઇ રોડ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. કેટલાક ગરબા મેદાનમાં પાણી ભરાયા પાણી હતી. આજવા રોડ, લેપ્રસિ મેદાનમાં રમાતા આદ્યશક્તિ ગરબા મહોત્સવમાં પાણી ભરાયા હતા.


મેદાનમાં પાણી ભરાતા આયોજકો તાત્કાલિક પાણીનો નિકાલ કરવા લાગી ગયા હતા. વડોદરામાં વરસાદ વરસતા ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા હતા.


હવામાન વિભાગના ડાયરેકટર ડો.મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ વરસાદ રહેશે. સામાન્ય અને છુટોછવાયો વરસાદ પડશે. ભારે વરસાદની કોઈ આગાહી નથી, સૌરાષ્ટ્રમાં છુટોછવાયો સામાન્ય વરસાદ પડશે. ત્રણ દિવસ બાદ વરસાદની કોઈ આગાહી નથી. ત્રણ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં કોઈ આગાહી નથી, જોકે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.


કચ્છથી ચોમાસાની વિદાય શરૂ થઈ છે. જોકે સંપૂર્ણ વિદાયમાં સમય લાગશે. સિસ્ટમ બનતી હોવાથી વરસાદી માહોલ યથાવત રહેશે. 34 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. અમદાવાદમા ક્યાંક છુટોછવાયો વરસાદ પડી શકે છે, સિઝનનો અત્યાર સુધીમાં 29 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

Gujarat Crime : ઉંઝામાં ભાગવાનો ઇનકાર કરતાં યુવકે સગીરા પર ગુજાર્યું દુષ્કર્મ, કડીમાં 7 વર્ષીય બાળકી સાથે અડપલા


મહેસાણાઃ ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ થતાં ખળભળાટ મચી ગયો છે. 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ થયું છે. કિશોરીના ઘરમાં પ્રવેશી દુષ્કર્મ આચર્યું હતું. જોડે ભાગી જવા દબાણ કરી કિશોરી ઉપર દુષ્કર્મ. કિશોરીએ ભાગી જવાનો ઇનકાર કરતા જબરદસ્તી આચર્યું દુષ્કર્મ. શખ્સ સામે ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

 

કડીમાં 7 વર્ષીય બાળકી જાતીય સતામણીનો ભોગ બની છે. મૂળ હરિયાણાના અને હાલ કડીમાં રહેતા શખ્સે આ કૃત્ય આચર્યું છે. છેલ્લા 1 વર્ષથી 7 વર્ષીય બાળકીના કપડાં ઉતારી શારીરિક અડપલાં કરતો હતો. બાળકીને મારી નાખવાની ધમકી આપી કરવામાં આવતા હતા અડપલાં. મિત્તલ લોકેશકુમાર ઉર્ફે લકી મુરલીધર સામે નોંધાઇ પોસ્કો અંતર્ગત કડી પોલીસ મથકે ફરિયાદ.