અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના ન હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં ભારે વરસાદની સંભાવના નહીવત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 


જોકે, રાજ્યમાં વરસાદની માહોલ યથાવત રહેશે, તેવું હવામાન વિભાગનું અનુમાન છે. રાજ્યમાં ત્રણ દિવસ કચ્છમાં પણ વરસાદની આગાહી છે. અમદાવાદ ગાંધીનગર વડોદરા સહીત હળવા વરસાદી ઝાપટા પડશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. પોરબંદર, જામનગર, જૂનાગઢમાં હળવા વરસાદની સંભાવના છે. મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદની સંભાવના છે. 


રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ જામ્યું છે. ત્યારે ગુરૂવારે રાજ્યના 14 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે. ગુરૂવારે સવારના છથી સાંજે છ વાગ્યા સુધીમાં સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો પંચમહાલા હાલોલમાં સવા ત્રણ ઈંચ વરસાદ, ડાંગના વઘઈમાં ત્રણ ઈંચ, ખેડા-નર્મદાના તિલકવાડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.


આ સિવાય અન્ય જ્યાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો.તેમાં વાલિયા, વાસો, ચિખલી, ખંભાત, ખેરગામ, વાંસદા, કપડવંજ, ગણદેવી, ફતેપુરાનો સમાવેશ થાય છે.રાજ્યના કુલ 24 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગાીમ પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના નહીંવત છે. અને માત્ર સામાન્ય વરસાદ વરસી શકે છે.


આ સિવાય અન્યત્ર જ્યાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં વાલિયા, વાસો, ચિખલી, ખંભાત, ખેરગામ, વાંસદા, કપડવંજ, ગણદેવી, ફતેપુરાનો સમાવેશ થાય છે. રાજ્યમાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો હોય તેવા કુલ 24 તાલુકા છે.


દરમિયાન અમદાવાદમાં ગઈકાલે ૩૩.૬ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ અમદાવાદમાં ભારે વરસાદ પડવાની કોઈ શક્યા નથી અને માત્ર અને માત્ર સામાન્ય ઝાપટાં પડી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે ૫ જુલાઇ બાદ જ અમદાવાદમાં વરસાદનું પ્રભુત્વ વધી શકે છે. ગઈકાલે વડોદરામાં ૩૩.૪, ભાવનગરમાં ૩૩.૯, રાજકોટમાં ૩૪.૯ અને સુરતમાં ૩૦.૬ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન હતું.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હવે આગામી 1 સપ્તાહ સુધી ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યુ કે, જૂન મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થયો છે. એક સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ એક્ટિવ સિસ્ટમ નથી. જેથી ભારે વરસાદની સંભાવના નથી. જોકે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તો રાજ્યભરમાં વરસાદી ઝાપટા પડી શકે છે.