અમદાવાદઃ બીગ બોસથી જાણીતી થયેલી અને ટીવી અને બોલીવૂડમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ  પાયલ રોહતગીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. આજે સેટેલાઈટ પોલીસે ધરપકડ કરી છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી સામે ફરિયાદ થઈ હતી. 


સોસાયટીનાં સભ્ય પરાગ શાહ નામનાં તબીબે ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મીડિયા પર સોસાયટીનાં ચેરમેન વિશે લખાણ લખ્યું હતું. વ્હોટ્સએપ ગૃપમાં અશ્લીલ મેસેજ કરીને ગાળો આપી હતી. કોમન પ્લોટમાં રમવા બાબતે ટાંટીયા ભાંગી નાખવાનુ કહ્યુ હતું. ખોટા કેસમાં ફસાવી દેવાની સોસાયટીના સભ્યોને ધમકી આપી હતી. 


એક્ટ્રેસ પાયલ રોહતગી મૂળ હૈદરાબાદની છે. તે વર્ષ 2008માં બીગ બોસની કન્ટેસ્ટન્ટ હતી અને આ જ શોથી તે પ્રસિદ્ધ થઈ હતી. પાયલે તોબા તોબા, ઢોલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 


કેન્સર સામે લડી રહેલા 'તારક મહેતા'ના નટુ કાકાએ મરતા પહેલા શું કામ કરવાની ઇચ્છા કરી વ્યક્ત?


મુંબઈઃ પ્રસિદ્ધ ટેલિવિઝન શ્રેણી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 77 વર્ષીય નટુ કાકા ઉર્ફે અભિનેતા ઘનશ્યામ નાયક અત્યારે કેન્સર સામે લડી રહ્યા છે. અત્યારે તેમની કીમોથેરાપી ચાલી રહી છે. તેમના ફેન્સ ફણ ઇચ્છી રહ્યા છે કે નટુકાકા ઝડપથી સ્વસ્થ થાય અને એકવાર બધાની વચ્ચે પાછા આવે. જોકે, આ બધાની વચ્ચે નુટકાકાએ પોતાની છેલ્લી ઇચ્છા જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે, જો તે મરી જાય છે, તો તે મેકઅપ લગાવી મરવા માંગે છે. 


નટુકાકાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે પોતાની છેલ્લી ઇચ્છા વ્યક્ત કરી છે. પોસ્ટ મુજબ, તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી કામ કરવા માગે છે. નોંધનીય છે કે, નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલા છે અને દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. 


ગયા વર્ષે તેમણે ગળાનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન કરીને 8 ગાંઠ કાઢવામાં આવી હતી. સારવાર પછી તેમની હાલતમાં સુધારો થયો હતો. આ બીમારી વચ્ચે પણ તેમણે છેલ્લે દમણમાં શૂટિંગ કર્યું હતું. હવે મુંબઈમાં આગામી એપિસોડનું શૂટિંગ થવાનું હોવાથી તેઓ ઉત્સાહિત છે.