અમદાવાદઃ આ વર્ષે વરસાદનું પ્રમાણે ઓછું છે બાકી વર્ષો કરતાં આ વર્ષે થયેલા વરસાદની ટકાવારી બહુ જ નીચી જોવા મળી રહે છે. પરંતુ આગામી સમયમાં વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના કહ્યાં પ્રમાણે, સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે.

પાંચ દિવસની હવામાન વિભાગની આગાહીમાં અગાઉના ત્રણ દિવસોમાં સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ અને સૌરાષ્ટ્રના ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવો વરસાદ થાય તેવી શક્યતા છે.

17 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરરસાદ થાય તેવી શક્યતા છે. જ્યારે 18 અને 19 તારીખ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના ઉપર જણાવેલા સ્થળોની સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થશે તેમ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

વાવણી કરી ચૂકેલા ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે. ગુજરાત સહિત દેશના ઘણાં ભાગોમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. જળાશયો પણ પાણીની અછત સર્જાઈ છે. વરસાદ ન થવાના કારણે જમીનમાં પાણીનું સ્તર પણ નીચું પહોંચી ગયું છે.