અમદાવાદઃ આગામી 12મી માર્ચથી વિશ્વના સૌથી મોટા અને અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 મેચનો પ્રારંભ થવાનો છે. ત્યારે ટી-20 મેચની ટિકિટની વહેંચણીની શરૂઆત થતાં જ ટિકીટ બારી પર ટિકિટ લેવા માટે ક્રિકેટ રસીકોએ પડાપડી કરી મૂકી હતી. કોરોનાના કાળમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી પડાપડી કરતાં પોલીસને લાઠીચાર્ચ કરવાની ફરજ પડી હતી.
વારંવાર કહેવા છતાં લાઇન તોડતા શખ્સોને પોલીસે લાઈનમાં ઉભા રાખવા હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. જોકે, લાઠીચાર્જ દરમિયાન પોલીસની લાકડી પણ તૂટી ગઈ હતી.