અમદાવાદઃ ગુજરાતના છ મહાનગર પાલિકાના જાહેર થયેલા પરિણામોમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. જ્યારે કોંગ્રેસના ફરી એક વખત સૂપડા સાફ થઈ ગયા હતા. જેના પરથી શહેરી વિસ્તારોમાં લોકોનો ભાજપ પર ભરોસો અકબંધ હોવાનું ફરી એક વખત સાબિત થયું હતું. અમદાવાદ મ્યુનિસિપલની ચૂંટણીના ઈતિહાસમાં ભાજપે સૌથી વધુ 159 બેઠકો જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
આ વખતની ચૂંટણીમાં ભાજપે ત્રણ ટર્મથી જીતતા કોર્પોરેટરોને કાપીને તેમના સ્થાને નવા ચહેરાઓને તક આપી હતી. જેનો લાભ પણ ચૂંટણીમાં ભાજપને થયો હતો. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 192માંથી 159 સીટ જીતી હતી. જ્યારે કોગ્રેસને 25 તથા અન્યને એક બેઠક મળી હતી. ભાજપે 2015માં કોંગ્રેસ પાસે રહેલી ઘણી બેઠકો આંચકી લીધી હતી.
ભાજપે 31 વોર્ડમાં આખે આખી પેનલ પર કબજો કર્યો હતો. ઉપરાંત શહેરના ચાર વોર્ડમાં ભાજપે વોર્ડ દીઠ ત્રણ-ત્રણ બેઠકો પર જીત મેળવતા કોંગ્રેસનો ભારે રકાસ થયો હતો. વર્ષ-2015માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 46.51 ટકા મતદાન થયું હતુ.પરીણામ આવ્યા એ સમયે ભાજપને કુલ 192 બેઠકોમાંથી 142 બેઠકો મળી હતી. આ વખતની ચૂંટણી અગાઉ ભાજપની નેતાગીરી દ્વારા 175 પ્લસ બેઠકો મેળવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું.
Ahmedabad માં કોંગ્રેસને ક્યા વોર્ડમાં મળી કેટલી બેઠકો ? ભાજપે ક્યા વોર્ડમાં રોલર ફેરવીને જીતી ચારેય બેઠકો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Feb 2021 11:12 AM (IST)
ભાજપે 31 વોર્ડમાં આખે આખી પેનલ પર કબજો કર્યો હતો. ઉપરાંત શહેરના ચાર વોર્ડમાં ભાજપે વોર્ડ દીઠ ત્રણ-ત્રણ બેઠકો પર જીત મેળવતા કોંગ્રેસનો ભારે રકાસ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -