આ દરમિયાન ભાજપે 2015ની ચૂંટણીમાં એક હજાર કરતાં ઓછા મતથી હારેલી છ બેઠકો ફરીથી જીતી હતી. 2015ની ચૂંટણીમાં 40 બેઠકો પર હાર-જીતનું માર્જિન 1 હજાર કે તેથી ઓછા મતનું રહ્યું હતું. જેમાંથી આ ચૂંટણીમાં કોંગ્રેસે ચાંદખેડાની એક બેઠક જાળવી રાખી છે. જ્યારે 10 મતથી જીતેલી સરદારનગરની એક બેઠક ગુમાવી છે. આ ઉપરાંત સૈજપુરબોઘામાં પણ 2 બેઠકો અને બાપુનગરમાં 1 બેઠક ગુમાવી છે. જ્યારે ભાજપે લાંભામાં 2015માં 1012 મતથી જીત્યા હતા તે બેઠક ગુમાવી છે.
આ ઉપરાંત 2015માં સરસપુરમાં ભાજપે જે બે બેઠક ગુમાવી હતી તે આ વખતે પાછી મેળવી લીધી છે. આ વખતની ચૂંટણીમાં 192 બેઠકો પર 7 ઉમેદવારો એવા છે જેમની જીત માત્ર એક હજારથી ઓછા મતના માર્જિનથી થઈ છે. 2015માં કોંગ્રેસ પાસે જે પેનલો હતી તે પૈકીની ઇન્ડિયા કોલોની, જમાલપુર અને મક્તમપુરાની પેનલો પણ આ વખતે તૂટી છે. ભાજપે એક માત્ર કુબેરનગરની પેનલ ગુમાવી છે જે 2015માં ભાજપ પાસે હતી.
Rajkot: આ છે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ નવા કોર્પોરેટર્સની યાદી, જાણો કોણ ક્યાંથી જીત્યું ?
રાશિફળ 24 ફેબ્રુઆરીઃ સિંહ, તુલા રાશિના જાતકો આ કામથી બચજો, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ