અમદાવાદઃ અમદાવાદ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી આજે મંગળવારે હાથ ધરાઈ છે ત્યારે અનેક બેઠકો પર પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. અમદાવાદ કોર્પોરેશનના બહેરામપુરામાં છેલ્લી ઘડીએ AIMIMને ફટકો લાગ્યો છે.
છેલ્લા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર લીડથી આગળ નીકળી ગયા હતા. બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. છેલ્લી ઘડીએ ગેમ ચેન્જ સાબિત થઈ. નોંધનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું.
છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે. જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપા ની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.
Ahmedabad : ક્યા વોર્ડમાં ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસને પડાવી દીધું ફીણ, અંતે શું આવ્યું પરિણામ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Feb 2021 12:50 PM (IST)
અમદાવાદ કોર્પોરેશનના બહેરામપુરામાં છેલ્લી ઘડીએ AIMIMને ફટકો લાગ્યો છે. છેલ્લા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર લીડથી આગળ નીકળી ગયા હતા. બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. છેલ્લી ઘડીએ ગેમ ચેન્જ સાબિત થઈ.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -