અમદાવાદઃ અમદાવાદ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી આજે મંગળવારે હાથ ધરાઈ છે ત્યારે ભાજપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 72 બેઠકો છે. આ પૈકી ભાજપે 36 બેઠકો જીતી લેતાં રાજકોટ મનપામાં ભાજપનું ફરી શાસન આવશે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એક વખત કેસરિયો લેહરાયો છે. રાજકોટના અત્યાર સુધી એટલે કે બપોરના એક વાગ્યા સુઘીમાં જાહેર થયેલા પરિણામોમાં 9 વોર્ડમાં ભાજપની પેનલો જીતતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી ભાજપની જીત થઈ છે. આ જીતના કારણે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ છે. રાજકોટમાં કોંગ્રેસના સૂપડાં સાફ થયાં છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હજુ ખાતું ખોલાવ્યું નથી.