અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી આજે મંગળવારે હાથ ધરાઈ છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શરૂઆતનાં રૂઝાનમાં ભાજપને જોરદાર આંચકો લાગ્યો છે. વડોદરાનાં શરૂઆતનાં પરિણામોમાં ભાજપ 8 બેઠકો પર જ્યારે કોંગ્રેસ 16 બેઠક પર આગળ નિકળતાં ભાજપમાં સોપો પડી ગયો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 76 બેઠકો છે અને તેમાંથી 24 બેઠકોના ટ્રેન્ડ જોવા મળ્યા છે. સંસ્કાર નગરી વડોદરામાં કોંગ્રેસ આગળ નિકળતાં ભાજપને ફટકો પડશે કે શું એવો સવાલ થવા માંડ્યો છે. આ વલણ 10.30 કલાક સુધીનાં છે. કોંગ્રેસે પહેલો ઘા કરીને બે બેઠકો જીતી પણ લીધી છે.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું.
છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે. જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપા ની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.
ગુજરાતના આ મોટા શહેરમાં કોંગ્રેસ ભાજપથી ડબલ બેઠકો પર આગળ નિકળતાં ભાજપમાં સ્તબ્ધતા ? કોંગ્રેસે પહેલો ઘા કરીને બે બેઠકો કરી કબજે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Feb 2021 10:28 AM (IST)
વડોદરાનાં શરૂઆતનાં પરિણામોમાં ભાજપ 8 બેઠકો પર જ્યારે કોંગ્રેસ 16 બેઠક પર આગળ નિકળતાં ભાજપમાં સોપો પડી ગયો હતો.
(ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -