Mega Demolition: અમદાવાદમાં મેગા ડિમૉલેશન ડ્રાઇવ કરવામાં આવી રહી છે, આજે અમદાવાદની સીટી એરિયામાં તંત્ર દ્વારા ગેરકાયદે દબાણોને દુર કરવાની કામગીરી શરૂ કરાઇ હતી, જેમાં સીએમના મતવિસ્તારને પણ આવરી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દરિયાકાંઠાના વિસ્તારો બાદ ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં પણ દબાણો હટાવવાની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી હતી.
મેગા ડિમૉલેશન અંતર્ગત આજે અમદાવાદના શહેરી વિસ્તારોમાં મામલતદાર અને પોલીસની હાજરીમાં થલતેજ સહિતના વિસ્તારો કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે દબાણોને દુર કરવામાં આવ્યા હતા. થલતેજ પીવીઆર સિનેમા પાસે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થલતેજમાં આ દબાણો મોટાભાગે સરકારી જમીન પર કરવામાં આવ્યુ હતુ, જેમાં ૩૦ વર્ષ જૂનું સરકારી જમીન ઉપરનું બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યુ હતુ. આ બાંધકામ અંદાજે 1500 ચોરસ મીટરનું હતુ. આ મેગા ડિમૉલેશન ડ્રાઇવ કોર્પોરેશન, જિલ્લા કલેકટર અને પોલીસ તંત્રની હાજરી કરવામાં આવી હતી.
આ પહેલા રાજકોટમાં પણ કરાયુ હતુ મેગા ડિમૉલેશન -
રાજકોટ: રાજકોટ ગોંડલ નગર પાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોંડલ શહેરના સેન્ટ્રલ ચોકથી શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં ડીમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી. ફૂટપાથ પરની રેકડી, લારીગલ્લા, છાપરા, ઓટા, સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શહેરમાં નગરપાલિકા સ્ટાફ દ્વારા પોલીસ, PGVCLના બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. ગોંડલ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરતા પેટીયું રળતા લારી ગલ્લાવાળા વેપારીઓ સહિતના લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
-
આકરા તાપમાં તપવા રહેજો તૈયાર, અમદાવાદમાં બે દિવસ યેલો એલર્ટ, સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર
Gujarat Heat News: અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. રાજ્યમાં 41.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર આજે સૌથી ગરમ શહેર રહ્યું છે. તો અમદાવાદમાં પણ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં આજે અને આવતીકાલે બે દિવસ યેલો અલર્ટ આપવામાં આવ્યુ છે. તો આગામી બે દિવસ રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહેવાની શક્યતા છે. ગરમીના આકરા પ્રકોપના કારણે બપોર થતા રાજ્યના રસ્તાઓ સૂમસામ બન્યા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. તો બીજી બાજુ રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે, તાપમાનમાં 3 ડિગ્રી વધારો થવાની આગાહી છે.
રાજ્યમાં ગત રોજ 41.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી વધુ ગરમ શહેર રહ્યું છે. જ્યારે અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયો છે. સાથે જ આગામી 5 દિવસમાં અમદાવાદ માં 42 ડિગ્રી ઉપર તાપમાન જઈ શકશે. હિટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજ અને કાલે અમદાવાદમાં યેલો એલર્ટ છે. અમદાવાદમાં 10 અને 12 ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીની ઋતુ શરૂ પ્રમાણે હાલ તાપમાન નોંધાઇ રહ્યું છે. હાલ ગુજરાત પર વાવાઝોડાની કોઈ અસર નહિ.