વિરમગામઃ ગુજરાતમાં સવારથી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે વિરમગામ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. મારામારી અને પથ્થરમારો થતાં ભાગદોડ મચી ગઈ હતી. વિરમગામના એમ જે હાઈસ્કૂલના મતદાન મથક પાસે મારમારીનો બનાવ બન્યો હતો.
બે જૂથ વચ્ચે મારામારી થી હતી. પોલીસે દરમિયાનગીરી કરતા બંને જૂથો મતદાન મથકથી દૂર થયા હતા. જોકે, હજુ પણ બબાલ ચાલું છે. એક યુવકને માથાના ભાગે પથ્થર વાગતા તેને 108 મારફત હોસ્પિટલ લઈ જવાયો છે.
લોકોએ ધારાસભ્ય લાખા ભરવાડના માણસોએ મારામારી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. એટલું જ નહીં, બોગસ મતદાનના આરોપ સાથે મારામારી થઈ હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો છે.
Viramgam : મતદાન મથક બહાર બે જૂથો વચ્ચે મારામારી, પથ્થરમારો થતાં મચી ગઈ ભાગદોડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Feb 2021 04:42 PM (IST)
વિરમગામ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. મારામારી અને પથ્થરમારો થતાં ભાગદોડ મચી ગઈ હતી. વિરમગામના એમ જે હાઈસ્કૂલના મતદાન મથક પાસે મારમારીનો બનાવ બન્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -