Smart Meter Protest: સમગ્ર ગુજરાતમાં અત્યારે સરકાર સામે એક મોટો પડકાર ઉભો થયો છે. હાલ રાજ્યના જુદાજુદા શહેરોમાં સ્માર્ટ વિજ મીટરને લઈને કકળાટ ચાલી રહ્યો છે. નાગરિકોમાં મૂંઝવણ છે કે આ નવા સ્માર્ટમીટરથી વધુ વિજ બિલ આવી રહ્યું છે. સમગ્ર મુદ્દો મીડિયામાં આવ્યા બાદ સરકારે પણ યુ ટર્ન લીધો અને સ્માર્ટમીટરની સાથે સાથે જુના મીટર પણ લગાવવાની વાત કરી હતી. જોકે, આ મુદ્દો હજુ શમ્યો નથી, હવે આ મુદ્દે અમદાવાદના નરોડામાં પણ વિરોધ શરૂ થયો છે. નરોડાની કેટલીક સોસાયટીમાંઓ લોકોએ થાડીઓ વગાડીને સ્માર્ટમીટર લગાવવાનો વિરોધ કર્યો છે. 


રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટ વિજ મીટરનો મુદ્દો ગાજ્યો છે. સરકાર પણ વિજ મીટરને લઇને નિર્ણય લઇ રહી છે. રાજ્યમાં હજુ પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત છે. વડોદરા, સુરત બાદ હવે અમદાવાદમાં પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ શરૂ થયો છે. આજે શહેરના નરોડા વિસ્તારમાં આવેલી પ્રથમ પ્રયૉરીટી સોસાયટીના રહીશોનો આ મામલે વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીના રહીસોએ એકઠા થઇને થાળીઓ વગાડી અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. તેઓની માંગ છે કે, આવા સ્માર્ટ વિજ મીટરને તાત્કાલિક દુર કરવામાં આવે.